રાજ્યભરની પ્રાથમિક શાળાઓમાં બીએસએનએલના ઇન્ટરનેટથી સજ્જ કરવામાં આવશે. જેના માટે શાળાએ કોઇપણ પ્રકારનો ખર્ચ કરવાનો રહેશે નહી. ઉપરાંત શાળામાં ઇન્ટરનેટ કનેક્શનથી સજ્જ થઇ જાય સહિતની કામગીરીની સંપુર્ણ જવાબદારી જિલ્લા એમઆઇએસ કો-ઓર્ડિનેટરને સોંપવામાં આવી છે.
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓનું શૈક્ષણિક સ્તર સુધારવાની સાથે સાથે આધુનિક ટેકનોલોજીથી સજ્જ કરવામાં આવી રહી છે. ઉપરાંત શાળાઓમાં મોકલવાના આદેશ તેમજ શાળાઓમાંથી મેળવવાની માહિતી ઓનલાઇન મંગાવવામાં આવી રહી છે.
ત્યારે ઓનલાઇન કામગીરી સરળતાથી થાય તે અંતર્ગત સમગ્ર શિક્ષા અભિયાન કચેરી તેમજ ભારત સંચાર નિગમ લીમીટેડની સાથે ઇન્ટરનેટ જોડાણ માટે કરાર કરવામાં આવ્યા છે. જેને પગલે રાજ્યભરની 14033 પ્રાથમિક શાળાઓને ઇન્ટરનેટનું જોડાણ આપવામાં આવશે. શાળાઓમાં ઇન્ટરનેટનું જોડાણ થઇ જાય તેના માટે જિલ્લા એમઆઇએસને તકેદારી રાખવાની સુચના આપવામાં આવી છે. જેમાં શાળાઓ તેમજ બીએસએનએલની સાથે સંપર્કમાં રહીને ઇન્ટરનેટના જોડાણની કામગીરી સરળ અને ઝડપી થાય તેની તકેદારી રાખવાની રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.