તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Gandhinagar
 • State BJP President Patil Held A Booth Dialogue Program With Activists In Gandhinagar Amid Rising Koro Transition, Many Activists Were Spotted Without Masks.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહામારી વચ્ચે ચૂંટણી પ્રચાર:ગાંધીનગરમાં વધતા કોરોના સંક્રમણ વચ્ચે પ્રદેશ ભાજપ પ્રમુખ પાટિલે કાર્યકરો સાથે બુથ સંવાદ કાર્યક્રમ યોજ્યો, અનેક કાર્યકર્તા માસ્ક વગર નજરે પડ્યા

ગાંધીનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આ પ્રકારના કાર્યક્રમ બાદ સંક્રમણ ફેલાશે તો જવાબદાર કોણ?

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાજકીય પક્ષોની જાહેર સભાઓ એ રાજ્યમાં કોરોના નું સંક્રમણ વધી ગયું છે તે નકારી શકાય તેમ નથી ગાંધીનગરમાં કોરોના નો આંકડો કૂદકે ને ભૂસકે વધી રહ્યો છે ત્યારે આજે ગાંધીનગરના રાયસણ ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દ્વારા ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી જીતવા માટે તમામ બોર્ડના હોદ્દેદારો તેમજ કાર્યકરો સાથે બુધ સંવાદ યોજવામાં આવી રહ્યો છે.

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ ની કાર્યકરો સાથે પાઠશાળા ચાલી રહી છે
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ ની કાર્યકરો સાથે પાઠશાળા ચાલી રહી છે

હાલ ગાંધીનગરમાં ચાલી રહેલી સી આર પાટીલ ની પાઠશાળામાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાો એકઠા થઈ રહ્યા છે. જેમાં કેટલાક કાર્યકરો માસ્ક વગર પણ જોવા મળી રહ્યા છે.

ગાંધીનગરના રાયસણ ખાતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ ની કાર્યકરો સાથે પાઠશાળા ચાલી રહી છે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં પણ સ્પષ્ટ બહુમતી મેળવવા માટે આ પાઠશાળામાં બુથ લેવલ નું માઈક્રો પ્લાનિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે ભાજપની પાઠશાળામાં કોર્પોરેશનની ચૂંટણી કેવી રીતે જીતી શકાય તે માટે સી.આર.પાટીલ દ્વારા સ્થાનિક હોદ્દેદારો અને કાર્યકરોને શિખામણો આપીને ચૂંટણી પ્રચારમાં કામે લાગી ભાજપને સ્પષ્ટ બહુમતીથી જિતાડવા આહવાન કરવામાં આવ્યું છે.

કોર્પોરેશનની ચૂંટણી જીતવા માટે બુથ સંવાદ કાર્યક્રમ
કોર્પોરેશનની ચૂંટણી જીતવા માટે બુથ સંવાદ કાર્યક્રમ

ગાંધીનગરમાં એક તરફ કોરોના ના કેસો દિનપ્રતિદિન વધી રહ્યા છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા રાજકીય મેળા યોજવા પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે તેમજ કોરોના સંક્રમણ ન વધે તે માટે તકેદારી રાખવા માટે નાગરિકોને સોશિયલ ડિસ્ટનસી નાં પાઠ ભણાવવામાં આવ્યા છે ત્યારે જ ભાજપ તરફથી ચૂંટણી તૈયારીના ભાગરૂપે આયોજીત કાર્યક્રમમાં ઉપસ્થિત કાર્યકર્તાઓ પણ નિયમોનો ભંગ કરતા જોવા મળતા ચર્ચાનો વિષય બન્યા છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો