મિશન 2022ની તૈયારી?:ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે 7 મોરચાના પ્રભારીઓના નામની જાહેરાત કરી, ગોરધન ઝડફિયા મહિલા મોરચાના પ્રભારી

ગાંધીનગર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની યોજાયા બાદ હવે આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને જીત મળી હતી, ત્યારે હવે મિશન 2022 માટે પાર્ટીએ તૈયારીઓ આરંભી દીધી છે. જેના પગલે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર દ્વારા આજે પ્રદેશના વિવિધ મોરચાના પ્રદેશ પ્રભારીઓના નામની જાહેરાત કરવામાં આવી છે.

7 પ્રદેશ મોરચાના પ્રભારીઓના નામની જાહેરાત
સી.આર પાટીલ દ્વારા 7 જેટલા પ્રદેશ મોરચાના પ્રભારીઓના નામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં પંકજ ચૌધરીને યુવા મોરચા, ગોરધન ઝડફીયાને મહિલા મોરચા, ઝવેરી ઠક્કરને અનુસૂચિત જાતિ મોરચાના, જનક પટેલને અનુસૂચિત જનજાતિ મોરચાના, જયંતિ કવાડીયાને કિસાન મોરચાના, મહેન્દ્ર પટેલને બક્ષીપંચ મોરચાના તથા મહેન્દ્ર સરવૈયાને લઘુમતી મોરચાના પ્રભારી બનાવવામાં આવ્યા છે.

બે મહિના પહેલા જ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ગુજરાત વિધાનસભાની 182 બેઠકોની 2022માં યોજાનાર ચૂંટણી પૂર્વે 283 સભ્યોની જમ્બો કારોબારીની જાહેરાત કરી હતી. જેમાં પ્રદેશ કારોબારીમાં 79, પ્રદેશ આમંત્રિત 151 અને વિશેષ આમંત્રિત 53 સભ્યો શામેલ હતા. જેમાં ધારાસભ્યો, સાંસદો, મંત્રીઓ, પ્રદેશના પૂર્વ નેતાઓ, પૂર્વ મેયર, અને શહેર જિલ્લાના આગેવાનોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.

ભાજપના પ્રદેશ માળખામાં માતા પુત્ર બંને સામેલ થયાં
ભાજપે જાહેર કરેલા પ્રદેશ કારોબારીના સભ્યોમાં ખાસ કરીને અમદાવાદમાંથી 8 અને રાજકોટમાંથી 4 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ખાસ કરીને આશ્ચર્યની બાબત એ છે કે ભાજપ યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ પદે નિમણૂંક થયેલા પ્રશાંત કોરાટના માતા જશુમતિબેન કોરાટનો પણ કારોબારીમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. આમ ભાજપના પ્રદેશ માળખામાં માતા-પુત્ર બંને સામેલ થયાં હતા.