રેતી કૌભાંડ:જિલ્લામાં કાઠિયાવાડી કોયલ નામે રેતી ચોરીનું કૌભાંડ ચાલતું હોવાની રજૂઆત

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગર જિલ્લા સહિતના આસપાસના જિલ્લાઓમાં કાઠીયાવાડી કોયલ નામે રેતી ચોરીનું કૌભાંડ ચાલતું હોવાની રજૂઆત થઈ છે. કલોલના યોમેશ ગજ્જર દ્વારા આ અંગે ખાનખનીજ વિભાગના કમિશનર, એડિશનલ ડાયરેક્ટર અને જિલ્લાના ખનીજ અધિકારીને લેખિતમાં રજૂઆત કરાયેલી છે. જેમાં ગાંધીનગર કચેરીના કર્મચારી અને ડ્રાઈવરના નામ સાથે ગંભીર આક્ષેપો કર્યાં છે. જેમાં આક્ષેપ કરાયો છે કે, ગાંધીનગરમાં કાઠિયાવાડી કોયલના કોડવર્ડથી ગેરકાયદેસર રેતી ખનન કરી સરકારી તિજોરીને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડાય છે.

ત્યારે અરજીકર્તાએ ગાંધીનગરથી ઓપરેટ થતાં કાઠિયાવાડી કોયલ કોડવર્ડથી ગેરકાયદેસર રીતે બનાસ નદી અને કંબોઈમાંથી રેતી ખનનનાં કથિત નેટવર્ક પ્રકરણમાં ખાણ ખનિજ વિભાગ અને GMRDS સંસ્થાના કરાર આધારિત રોયલ્ટી ઇન્સ્પેકટર સામે તપાસની માંગ કરાઈ છે. લાંબા સમયથી ચાલતા કૌભાંડ મામલે ઉચ્ચકક્ષાએ રજૂઆતો છતાં પગલાં ન લેવાતા હોવાનો આક્ષેપ કરાયો છે. જેમાં તપાસનું માત્ર તરકટ કરીને છેલ્લે ઘીના ઠામમાં ઘી ઢોળાતું હોવાની ફરિયાદા ઉઠી છે. બીજી તરફ રજૂઆત કર્તાએ દાવો કર્યો છે કલોલ સહિતના અનેક વિસ્તારમાં મંજૂરી વગર બેઝમેન્ટ્સમાં ખોદકામ કરીને પણ પૈસા બારોબાર ચાઉં થતાં હોવાની રજૂઆતો પણ થઈ છે.

અન્ય સમાચારો પણ છે...