મેયરનો સંવેદનશીલ અભિગમ:ગાંધીનગર વિસ્તારમાં રહેતા ઘર વિહોણા મધ્યમ વર્ગના લોકો માટે આવાસ બનાવવા મુખ્યમંત્રીને રજૂઆત

ગાંધીનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગર મેયર હિતેશ મકવાણાએ સંવેદનશીલ અભિગમ અપનાવીને ગાંધીનગર વિસ્તારમાં રહેતા ઘર વિહોણા મધ્યમ વર્ગના લોકો માટે આવાસ બનાવવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગાંધીનગર જેવા મેટ્રોસીટીમાં મધ્યમ વર્ગના લોકોને ઘરનું ઘર બનાવવું ખુબજ મુશ્કેલ થતુ જઇ રહ્યુ છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ગાંધીનગર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરીટી દ્વારા રાહતદરે આવાસની સુવિધા ઊભી કરી 1 BHK આવાસ યોજનાઓમાં ઘણા લાભાર્થીઓને તેમના ઘરના ઘરનું સ્વપન સાકાર થયું હતું. હાલમાં ગાંધીનગર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી દ્વારા ભાડા પેટે દુકાન તેમજ પ્લોટ આપવામાં આવેલ પરંતુ તે યોજનાને પ્રતિસાદ મળેલ નથી.

વર્તમાન સમયમાં ગાંધીનગર જેવા મેટ્રોસીટીમાં મધ્યમ વર્ગના લોકોને ઘરનું ઘર બનાવવું ખુબજ મુશ્કેલ થતુ જઇ રહ્યુ છે. મધ્યમ વર્ગના લોકોને તેમના પુરા પરિવાર સાથે રહેવા માટે લઘુતમ 2 BHK - 3 BHK જરૂરીતાત હોઇ છે. તેથી ગત સમયે જેટલા પણ લોકો લાભથી વિહોણા રહ્યા છે. આવા સંજોગોમાં ગાંધીનગર વિસ્તારમાં રહેતા ઘર વિહોણા મધ્યમ વર્ગના લોકો માટે આવાસ બનાવવા અનિવાર્ય બન્યા છે.

તેવા લોકો માટે ફરી એક વાર પ્લોટ ભાડે આપવાની જગ્યાએ રાહતદરે આવાસ યોજના બહાર મુકીને મધ્યમ વર્ગના લોકોને 2 BHK તથા 3 BHK ફલેટ આપી ઘરનું ઘર મળે તે શુભહેતુથી ગાંધીનગર મહાનગર પાલીકાના મેયર હિતેશભાઇ મકવાણા દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, પ્રભારી મંત્રી હર્ષભાઇ સંઘવી તેમજ ગાંધીનગર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરીટી ચેરમેનને રજુઆત કરવામાં આવી.

અન્ય સમાચારો પણ છે...