તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:ફતેપુરામાં ગટર, સ્ટ્રીટલાઈટ અને તૂટેલી પાણીની ટાંકી મુદ્દે રજૂઆત

ગાંધીનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફતેપુરામાં લગભગ 2500થી 3000 હજારની વસ્તી છે
  • આમ આદમી પાર્ટીના જય વાઘેલા દ્વારા સમસ્યાઓના તાત્કાલિક ઉકેલ લાવવા કલેક્ટરને લેખિત રજૂઆત કરી

કોર્પોરેશનમાં વોર્ડ-2માં સમાવિષ્ટ ફતેપુરા ગામની સમસ્યાઓના નિવારણ લાવવા રજૂઆત કરાઈ છે. આમ આદમી પાર્ટીના જય વાઘેલા દ્વારા આ અંગે કલેક્ટરને લેખિત રજૂઆત કરાઈ છે. ફતેપુરામાં લગભગ 2500થી 3000 હજારની વસ્તી છે, મોટાભાગના ખેડૂત વર્ગ અને મજૂર વર્ગના માણસો વર્ષોથી અહીં વસવાટ કરે છે. હાલની પરિસ્થિતિમાં અહીં પાયાની સુવિધાઓ છે પણ નવીનીકરણ ન થવાના કારણે જાળવણીના અભાવે ભારે તકલીફ પડે છે.

ગામમાં ગટરો વાંરવાર ઉભરાય છે અને કેડ સમા પાણી ગામ અને શૌચાલયમાં ભરાય છે. વારંવાર રજૂઆત કરવા છતાં તેનું કોઈપણ જાતનું નિરાકરણ આવ્યું નથી. તેથી આવી ગંદકીને લીધે ગામમાં ભવિષ્યમાં રોગચાળો ફાટી નીકળે તેવી સંભવના છે. ગામની અંદર સ્ટ્રીટલાઈટોનો અભાવ છે અને જે છે તે બંધ હાલતમાં છે.

ભૂતકળામાં પાણીની ટાંકીનું બાંધકામ થયું હતું તે હાલમાં તૂટી ગયેલુ છે તો તેનું તાત્કાલિક ધોરણે નવીનીકરણ થવું જોઈએ. મોબાઈલ નેટવર્કનો પણ ત્યાં અભાવ છે જેથી કરીને ત્યાંના છોકરાઓ ઓનલાઈન શિક્ષણથી પણ વંચિત છે. ખેડૂત અને મજૂર વર્ગને પેટે પાટાબાંધીને દર વર્ષે સમયસર મકાનના વેરા ભરે છે છતાં તેની પાયાની સુવિધાથી વંચિત રખાય છે. આ બાબતે ગંભીરતાથી નોંધ લઈને તેમને પાયાની સુવિધા મળી રહે તેવી વિનંતી કરે છે.

અન્ય સમાચારો પણ છે...