તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અસામાજિક તત્વોનો આતંક:જેતલપુરની ઘટના બાબતે અખા ભગતના વંશજોની PMને રજૂઆત

વહેલાલ14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • અખા ભગતની મૂર્તિ તોડ્યાની મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સમક્ષ રજૂઆત બાદ પણ હજુ આરોપીઓ પકડાયા નથી

ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે અમદાવાદ દેસાઈની પોળમાં અખા ભગતની મૂર્તિનું અનાવરણ કરાવ્યુ હતુ.મહાન સાહિત્યકાર અખા ભગતની જન્મભૂમિમાં 11 માર્ચે મૂર્તિના અનાવરણ બાદ અસામાજીક કાયરોએ 14 માર્ચની રાત્રે અખા ભગતની મૂર્તિ તોડી નાખી હતી.શરમજનક કૃત્યના પંદર દિવસ બાદ અને મુખ્યમંત્રી તેમજ ગૃહમંત્રી સમક્ષ રજૂઆત છતાં પણ પોલીસ ગુનાહિતોને પકડી શકી નથી ત્યારે અખા ભગતના વંશજોએ વડાપ્રધાન મોદીને પત્ર લખી તપાસ ઝડપી બનાવવા રજુઆત કરી છે.

2008માં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સ્મારક બનાવી અંગત રસ લઈ સાહિત્યકાર અખા ભગતની મૂર્તિનું અનાવરણ કરાવ્યુ હતુ 11 માર્ચ 2021માં અખા ભગતની જન્મભૂમિમાં મૂર્તિનું સૌ પ્રથમવાર અનાવરણ કરાયું હતું અને 14 માર્ચે અજાણ્યા અસામાજીક તત્વોએ રાત્રીના સમયે તોડી પાડ્યું હતું.ઘટનાના સીસિટીવી ફૂટેજ જોયા બાદ પણ પોલીસ ગુનાહિતોને પકડી શકી નથી અંતે અમદાવાદ સ્થિત અખા ભગત ટ્રસ્ટ અને વંશજોએ વડાપ્રધાન મોદી સમક્ષ તપાસ ઝડપી બનાવવા ગુજરાત સરકારનું ધ્યાન દોરવા રજૂઆત કરવામા આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો