તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:કોંગ્રેસના પ્રદેશ નિરીક્ષકોની હાજરીમાં ગાંધીનગરના સેક્ટર-22 કાર્યાલય ખાતે ચૂંટણી લડવા માંગતા દાવેદારો મળ્યાં

ગાંધીનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોંગ્રેસે કોરોનાગાઇડ લાઇનને અનુસરીને પંદર-પંદરના જૂથમાં ઉમેદવારોને સાંભળી સેન્સ મેળવ્યા

ભાજપના ચૂંટણી નિરીક્ષકોની સેન્સ પ્રક્રિયા યોજાયા બાદ આજે કોંગ્રેસના પ્રદેશ નિરીક્ષકોએ પણ ગાંધીનગરના સેક્ટર-22 કાર્યાલય ખાતે ચૂંટણી લડવા માગતા ઉમેદવારો ભેગા થયા હતા. ભાજપમાંથી ચૂંટણી લડવા માટે દાવેદારોનો શંભુમેળો ભરાતા કોરોના ગાઇડલાઇનનું ચીર હરણ થયું હતું. ત્યારે આજે કોંગ્રેસે કોરોનાગાઇડ લાઇનને અનુસરીને પંદર-પંદરના જૂથમાં ઉમેદવારોને સાંભળી સેન્સ મેળવ્યા હતા.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની લહેરથી કોંગ્રેસના પંજાનો રકાસ નીકળી જવા પામ્યો હતો. જિલ્લા પંચાયતોમાં પોતાનું એક હથ્થુ શાસન ચલાવનાર કોંગ્રેસને આ વખતે મતદારોએ જાકારો આપી દીધો હતો ત્યારે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ જીત મેળવ્યા બાદ પણ પક્ષ પલટુઓના કારણે કોંગ્રેસને સત્તાથી દૂર રહેવું પડ્યું હતું. જેથી આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસ કોઈ કચાસ રાખવા માગતી ન હોય મનપા વિસ્તારની ચૂંટણી માટે 22 ધારાસભ્યોને પણ જવાબદારી સોંપી દેવામાં આવી છે.

વિરોધ પક્ષ નેતા શૈલેન્દ્રસિંહ બિહોલા પણ ચૂંટણી નિરીક્ષકો સમક્ષ કોંગ્રેસ કાર્યાલય આવી પહોંચ્યા
વિરોધ પક્ષ નેતા શૈલેન્દ્રસિંહ બિહોલા પણ ચૂંટણી નિરીક્ષકો સમક્ષ કોંગ્રેસ કાર્યાલય આવી પહોંચ્યા

જે અંતર્ગત એક વોર્ડમાં બે ધારાસભ્યો કોંગ્રેસને જીતાડવા માટે એડી ચોટીનું જોર લગાવી દેશે આજે કોંગ્રેસ કાર્યાલય ખાતે ચૂંટણી નિરિક્ષકોની હાજરીમાં ઉમેદવારોને સાંભળવામાં આવ્યા હતા. બે દિવસ ચાલનારી આ પ્રક્રિયામાં આજે વોર્ડ નંબર 1થી 6માં ચૂંટણી લડવા ઇચ્છતા ઉમેદવારોને બોલાવવામાં આવ્યા હતા. સાંજે સાત વાગ્યા સુધી ચાલનારી આ પ્રક્રિયામાં દરેક વોર્ડને એક એક કલાકનો સમય આપવામાં આવ્યો છે. આવતીકાલે બપોરે એકથી છ વાગ્યા સુધી વોર્ડ નંબર 7થી 11ના દાવેદારોને સાંભળવામાં આવશે. બીજી તરફ કોંગ્રેસ દ્વારા ચૂંટણીલક્ષી સ્ટ્રેટેજીના ભાગરૂપે પક્ષ પલટો ન કરે તેવા ઉમેદવારની જ પસંદગી કરવામાં આવશે.

આજે કોંગ્રેસ કાર્યાલય ખાતે ચૂંટણી નિરીક્ષકોએ ચૂંટણી અનુસંધાને દાવેદારોની રજૂઆતો સંભળી હતી. જેમાં તેઓ દ્વારા કરવામાં આવેલી કામગીરીઓનું સરવૈયું પણ લેવામાં આવ્યું હતું. કોરોના ગાઇડલાઇન મુજબ એક ઉમેદવારની સાથે બે સમર્થકોને જ બોલાવવામાં આવ્યા હતા. ત્યારે મનપાના વિરોધ પક્ષ નેતા શૈલેન્દ્રસિંહ બિહોલા પણ ચૂંટણી નિરીક્ષકો સમક્ષ કોંગ્રેસ કાર્યાલય આવી પહોંચ્યા હતા.

નોંધનીય છે કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કારમો પરાજય થતાં ગાંધીનગરમાં કોંગ્રેસના સ્થાનિક નેતાઓ તેમજ કાર્યકરોમાં નિરાશાનું મોજું ફરી વળ્યું હતું. ત્યારે ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસ હાઈ કમાન્ડ દ્વારા રાતોરાત સ્ટ્રેટેજી બદલીને 22 ધારાસભ્યોની ફોજ કામે લગાડી દેતા ભાજપમાં ગણગણાટ શરૂ થઈ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો