ભાજપમાં બેઠકોનો ધમધમાટ:જિલ્લામાં કોરોના કેસ ઘટતાં જ ચૂંટણીની તૈયારી?

ગાંધીનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તમામ પક્ષ ચૂંટણી વહેલી પૂર્ણ થાય તેવું ઈચ્છે છે: 10 એપ્રિલે ચૂંટણી મોકૂફની જાહેરાત કરાઈ હતી

ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કેસો ઘટતા જ મહાનગર ભાજપમાં વોર્ડ સંકલન બેઠકોનો ધમધમાટ શરૂ કરાયો છે. કોરોનાનો કહેર ઓછો થતાં ભાજપે ફરી ચૂંટણીલક્ષી ચર્ચાઓ અને કામગીરી માટે કમરકસી છે. જે અનુસંધાને જ વોર્ડ સંકલન બેઠકોમાં ચૂંટણીલક્ષી ચર્ચા વિચારણા કરી લેવાય છે. જેમાં કોર્પોરેશનની ચૂંટણી જીતવા માટે કેવો પ્રચાર કરવો તેના સુચનો લેવાની સાથે માર્ગદર્શન અપાઈ રહ્યું છે. 19 માર્ચે ગાંધીનગર કોર્પોરેશનની જાહેરાત થઈ હતી. જે બાદ કોરોનાએ કહેર વર્તાવતા કેસો વધ્યા હતા, જેને પગલે 10 એપ્રિલે ચૂંટણી મોકુફની જાહેરાત કરાઈ હતી. ચૂંટણી મોકુફ રાખવા પાછળ કોરોનાની સાથે તે સમયે ભાજપની બેઠકો ઘટે તેવી સ્થિતિની શક્યતા હોવાનું કહેવાય છે.

19 માર્ચે ચૂંટણી જાહેર થયા બાદ રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની પસંદગી, ઉમેદારોએ ફોર્મ ભરી દીધા છે. ચૂંટણી પંચ દ્વારા પણ વોર્ડ વાઈઝ ઉમેદવારોને ક્રમ આપીને ફરીફ ઉમેદવારોની યાદી પણ જાહેર કરી દેવાઈ છે. હવે મતદાન અને પરિણામની બે જ સ્ટેજ બાકી રહ્યાં છે. જેને ઉમેદવારો સહિતની અત્યાર સુધીની પ્રક્રિયા યથાવત જ રહેશે.

ચૂંટણી પંચ વેઈટ એન્ડ વોચની સ્થિતિમાં
કોરોના વધતા કેસો વચ્ચે જે મનપા ઈલેક્શન મોફુક રાખવાની જાહેરાત માટે ચૂંટણી પંચે મુખ્યમંત્રી સહિતની દરખાસ્તો-રજૂઆતો પછી જાહેરાત કરી હતી. અત્યારે પણ ઈલેક્શનની તારીખ જાહેર કરવા ચૂંટણી પંચ વેઈટ એન્ડ વોચમાં જ છે. જેમાં સરકાર તરફથી કોઈ દરખાસ્ત-રજૂઆત આવ્યા પછી જાહેરાત થાય તેમ છે. સ્થિતિ હળવી થતાં જૂનના એન્ડ કે જુલાઈની શરૂઆતમાં ચૂંટણીની જાહેરાત થઈ પણ શકે છે.

અન્ય સમાચારો પણ છે...