રજૂઆત:મલેરિયા શાખાના કર્મીઓને છૂટા કરવા માટેની તૈયારી!

ગાંધીનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેરી મલેરિયાના ફિલ્ડ વર્કર્સ દ્વારા છૂટા ન કરવા મ્યુ.કમિશનરને રજૂઆત

ગાંધીનગર મહાનગરપાલિકામાં રોજમદાર ફિલ્ડવર્કર તરીકે ફરજ બજાવતા શહેરી મેલેરિયા યોજનાના કામદારોએ તેઓને છુટ્ટા ન કરવા રજૂઆત કરી છે. આ અંગે 34 જેટલા ફિલ્ડ વર્ક્સે મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆત કરી છે. અરજીમાં થયેલા દાવા મુજબ તમામ રોજમદાર ફીલ્ડ વર્કરો ગાંધીનગર શહેરી મેલેરીયા યોજનામાં 2007થી આજદીન સુધી કામ કરે છે. તમામ ફીલ્ડવર્કર ત્રીસ વર્ષથી વધુવયના હોવાથી કામદારોને અન્ય ક્ષેત્રમાં રોજગારી મળતી નથી.

કામદારો મેલેરીયા યોજનામાં 10થી12 વર્ષનો અનુભવ હોવાથી યોજનામાં સમાવેશ કરવા કામદારોએ માંગ કરી છે. કામદારોના દાવો છે કે હવે 30 નવેમ્બરના રોજ તેઓના છુટા કરવામાં આવશે. શહેરી મેલેરીયા યોજનામાં સ્ટાફનો અભાવ છે, જેને પગલે હાલ 10-12 દિવસે ઘરોની મુલાકાત થાય છે. બીજી તરફ મચ્છર થવાનો સમય 7 દિવસનો હોય છે. જેને પગલે આવનાર દિવસોમાં શહેરમાં મચ્છરજન્ય રોગચાળાની ગંભીર સ્થિતિ ઉભી થાય તેવી શક્યતા કામદારોએ વ્યક્ત કરી છે. જેને પગલે કામદારોએ આગામી સમયે છુટા ન કરવા માટે રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...