ચૂંટણીની તૈયારી:વિધાનસભાની ચૂંટણીની તૈયારી શરૂ : કર્મચારીઓની માહિતી મગાઈ

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શાળાના આચાર્યો અને શિક્ષકોની યાદી મોકલવા જિલ્લા શિક્ષણાધિકારીને આદેશ: ચૂંંટણી વહેલી થાય તેવી શક્યતા

િવધાનસભા ચુંટણીલક્ષી કામગીરી વિવિધ સરકારી વિભાગોએ શરૂ કરતા વિધાનસભાની ચુંટણી વહેલી આવે તેવી શક્યતા રહેલી છે. જિલ્લાની શિક્ષણાધિકારીને ચુંટણીની કામગીરી માટે શાળાના આચાર્યો અને શિક્ષકોની યાદી મંગાવવામાં આવી છે.

રાજ્ય સરકારની પાંચ વર્ષની મુદત આગામી ડિસેમ્બર-2022 માસમાં પૂર્ણ થાય છે. ત્યારે રાજ્યની વિવિધ સરકારી કચેરીઓમાં આઠ માસ અગાઉ એટલે કે આઠ માસથી તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. તેમાં વિધાનસભાની ચુંટણીને લઇને કરવા લાયક કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે જિલ્લાની વિધાનસભાની કુલ પાંચ બેઠકો ઉપરની કામગીરી શરૂ કરવામાં આવી છે.

તેમાં પ્રથમ તબક્કામાં ચુંટણીની કામગીરીના ભાગરૂપે ચુંટણીની કામગીરી માટે અન્ય વિભાગના કર્મચારીઓના નામની યાદી મંગાવવામાં આવી છે. જેમાં વિધાનસભાની સામાન્ય ચુંટણી-2022માં મતદાન મથકે ફરજ સોંપવા માટેના કર્મચારીઓની ડેટા એન્ટ્રી બાબતે સ્ટાફની માહિતી જિલ્લા શિક્ષણાધિકારી પાસેથી મદદનીશ ચુંટણી અધિકારીએ મંગાવી છે.

જોકે ચુંટણીની કામગીરી માટે કર્મચારીઓની યાદી મોકલવતા પહેલાં તેમાં કર્મચારીના ચુંટણી કાર્ડ નંબર, વિધાનસભા વિસ્તારનું નામ, મતદાર યાદી ભાગ નંબર, મતદાર યાદી ક્રમાંક નંબર તથા સાચા મોબાઇલ નંબર, બેન્ક એકાઉન્ટ નંબર, બેન્કનું નામ, આઇએફએસસી કોડ નંબર તેમજ સરનામું સહિતની અદ્યતન માહિતી મંગાવવામાં આવી છે.

વિધાનસભા ચુંટણીની કામગીરી લઇને કર્મચારીઓની માંગેલી માહિતીના આધારે જોતા વિધાનસભાની ચુંટણી આ વખતે વહેલી યોજાય તેવી શક્યતા રહેલી છે. જોકે ચુંટણી પંચ દ્વારા ચુંટણીની તારીખો જાહેર કરે ત્યારે જ સાચું ચિત્ર સ્પષ્ટ થશે.

અન્ય સમાચારો પણ છે...