• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • Preparation Of OBC Reservation In Local Self government Bodies In Gujarat From 15 To 27%; The Reservation Will Be Applied In Proportion To The Population In Each Institution, The Quota Will Increase From 10%

ભાસ્કર Breaking:ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં OBC અનામત 15થી 27% કરવાની તૈયારી; દરેક સંસ્થામાં વસતીના પ્રમાણમાં અનામત લાગુ થશે, ક્વૉટા 10%થી વધશે

ગાંધીનગરએક મહિનો પહેલાલેખક: ચિંતન આચાર્ય 
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ઓબીસી અનામત અંગે રચાયેલું સરકારનું પંચ ટૂંક સમયમાં રિપોર્ટ આપશે
  • ગુજરાતમાં ઓબીસી જ્ઞાતિઓ માટે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની કુલ બેઠકના 10 ટકા પ્રમાણે હતું

ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત જ્ઞાતિઓ માટેની અનામત 15 ટકાથી લઇને 27 ટકા જેટલી થઇ શકે. જે-તે પાલિકા કે પંચાયતમાં ઓબીસી જ્ઞાતિઓના પ્રમાણને લઇને અનામતની આ ટકાવારી નક્કી કરવામાં આવશે. જે પ્રમાણે અલગ-અલગ સંસ્થાઓમાં અનામત 15 ટકા, 18 ટકા અને 27 ટકા જેટલા સ્લેબમાં લાગુ થઇ શકે છે તેવું રાજ્ય સરકારના સૂત્રો જણાવે છે. જૂની પદ્ધતિ પ્રમાણે ગુજરાતમાં ઓબીસી જ્ઞાતિઓ માટે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની કુલ બેઠકના 10 ટકા પ્રમાણે હતું.

ગુજરાત રાજ્ય ચૂંટણી પંચે સુપ્રીમકોર્ટના હુકમનો અમલ કર્યો
થોડા સમય પહેલાં જ ગુજરાત રાજ્ય ચૂંટણી પંચે સુપ્રીમકોર્ટના હુકમનો અમલ કરતાં તમામ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાંથી ઓબીસી જ્ઞાતિઓ માટેની અનામત રદ્દ કરતો હુકમ કર્યો હતો. આ અંગે રાજ્ય સરકાર પર વિવિધ જ્ઞાતિઓ તરફથી રાજકીય દબાણ વધતાં સરકારે નિવૃત્ત ન્યાયમૂર્તિ કે. એસ. ઝવેરીના વડપણ હેઠળ વિશેષ ઓબીસી પંચની રચના કરી હતી જે હાલ વિવિધ સંસ્થાઓ અને પ્રતિનિધિમંડળોના પ્રતિભાવ મેળવી રહ્યું છે.

પાલિકા-પંચાયતોમાં ઓબીસી જ્ઞાતિઓની વસતીનું પ્રમાણ વધુ
રાજ્ય સરકારનાં સૂત્રો કહે છે કે સુપ્રીમ કોર્ટના હુકમ પ્રમાણે જે-તે સંસ્થાઓમાં ઓબીસી જ્ઞાતિની વસતી અને રાજકીય તેમજ અન્ય પરિસ્થિતિની સમીક્ષા કરીને અનામતનું ધોરણ નક્કી કરવાનું છે. આથી કોઇપણ સંજોગોમાં આ અનામત દસ ટકા કરતાં વધી જશે. જે પાલિકા-પંચાયતોમાં ઓબીસી જ્ઞાતિઓની વસતીનું પ્રમાણ વધુ હશે ત્યાં વધુ અનામતની જોગવાઇ કરવામાં આવી શકે છે.

પંચના રિપોર્ટના આધારે ચૂંટણી પંચ જાહેરનામું આપશે
આ વિશેષ ઓબીસી પંચે રાજ્યની તમામ નગર પાલિકાઓ, મહાનગર પાલિકાઓ, તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતોમાં વસતીના ધોરણના આંકડાનું વિશ્લેષણ અને પૃથક્કરણ કરી દીધું છે. રાજકીય પક્ષો અને જ્ઞાતિના સમુદાયોએ પણ પોતાની રજૂઆતો પંચ સમક્ષ કરી છે. આ પંચ ટૂંક સમયમાં પોતાની ભલામણોનો રીપોર્ટ રાજ્ય સરકારને સોંપશે. જેને આધારે રાજ્ય ચૂંટણી પંચ નવેસરથી અનામતના ધોરણોનું જાહેરનામું લાગુ કરીને રાજ્યભરમાં લાગુ કરશે.

ભાજપને સીધો રાજકીય ફાયદો મળી શકે,40 OBC જ્ઞાતિનું પ્રમાણ વધારે
આગામી વિધાનસભા ચૂંટણીમાં આ મુદ્દો ભાજપને ખૂબ મોટો ફાયદો કરાવી જશે. ગુજરાતમાં જ્ઞાતિ આધારિત રાજકારણ ચાલે છે જેનો દાખલો ગઈ ચૂંટણીમાં અનામત સહિતના જ્ઞાતિ આંદોલનોને કારણે મળી ગયો છે. ગુજરાતમાં 182 પૈકી 48થી 50 બેઠકો સીધી જ ઓબીસી જ્ઞાતિના સંપૂર્ણ પ્રભાવ હેઠળ છે. રાજ્યની કુલ 146 ઓબીસી જ્ઞાતિઓ પૈકી 40 જ્ઞાતિઓ વસતીનું ખૂબ મોટું પ્રમાણ ધરાવે છે. ગુજરાતની કુલ વસતીના લગભગ 52 ટકા જેટલું પ્રમાણ ઓબીસી જ્ઞાતિઓનું છે જેથી ગુજરાતની ભાજપ સરકાર ઓબીસી માટેની અનામત વધારાઈ એ મુદ્દાનો પૂરજોરમાં પ્રચાર કરીને પ્રભાવ ઊભો કરશે.

આ મુદ્દાને લઇને ચૂંટણીઓ રોકાયેલી છે | હાલ આ મુદ્દાને લઇને ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ રોકાયેલી છે. આ નવા અનામતના ધોરણો લાગુ થયાં બાદ અહીં ચૂંટણીઓ થશે તેથી ભાજપને ફરી એકવાર આ સંસ્થાઓમાં પણ વર્ચસ્વ જમાવવાની મોટી તકો ઉપલબ્ધ થશે.

સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં હાલ કઈ જાતિને કેટલી અનામત

જાતિઅનામત
એસસી7%
એસટી14%
ઓબીસીહાલ નથી
  • ગુરુવારે ભાજપ-કોંગ્રેસના મંડળે સરકાર દ્વારા નિયુક્ત પંચને મળીને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ઓબીસી અનામત મુદ્દે રજૂઆત કરી હતી.
  • ભાજપે ઓબીસીને શક્ય એટલી વધુ અનામતની તરફેણ કરી હતી જ્યારે કોંગ્રેસે ઓબીસી અનામત ક્વોટાનું પ્રમાણ 27 ટકાએ લઈ જવા જણાવ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...