કામગીરી:પાટનગર યોજના વિભાગ દ્વારા સરકારી આવાસોમાં આકસ્મિક ચેકિંગની તૈયારી!

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કર્મીઓ મોંઘા ભાડે કે સગાંને મકાન આપે છે

ગાંધીનગરમાં સરકારી આવાસો લઈને પેટાભાડે ચઢાવી દેતા કે અન્ય લોકોને આપી દેતા કર્મચારીઓ સામે ફરી તવાઈ આવે તેવી શક્યા છે. પાટનગર યોજના વિભાગ દ્વારા સરકારી આવાસોમાં બિનઅધિકૃત રીતે રહેતા લોકો સામે છાશવારે પગલાં લેવામાં આવે છે. મકાન લઈને બીજાને ભાડે આપી દેતા લોકો સામે પાયનગર યોજના વિભાગ દ્વારા નિમય પ્રમાણે નોટિસથી લઈને દંડ કરવા સુધીની કામગીરી કરાય છે. ત્યારે હવે ફરીથી પાટનગર યોજના વિભાગ દ્વારા સરકારી આવાસોમાં આકસ્મિક ચેકિંગની તૈયારી કરી હોવાનું જાણવા મળ્યું છે.

જૂન મહિનાની આસપાસ જ પાયોવિની ટીમ દ્વારા સેક્ટર-22 ખાતે આવાં 20 મકાન, સેક્ટર-12માં 14 જેટલા, સેક્ટર-16 અને 17માં કુલ 50થી વધુ મકાન, સેક્ટર-23 ખાતે 3 જેટલા પેટાભાડે મળીને કુલ 10 મકાન તથા સેક્ટર-7 ખાતે 9 જેટલા પેટાભાડે મળીને 14 જેટલી નોટિસ અપાઈ છે. ત્યારે નવું મંત્રીમંડળ બન્યા પછી ફરીથી આકસ્મિત ચેકિંગ સહિતની તૈયારીઓ કરાઈ હોવાનું જાણવા મળ્યું છે. લાંબા વેઈટિંગ વચ્ચે અનેક કર્મચારીઓ એવા છે કે જેઓ મકાનો લઈને મોંઘા ભાડે કે પોતાનાં સગાં-સંબંધીઓને આપી દે છે. ત્યારે આ પ્રકારના કિસ્સાઓમાં તંત્ર દ્વારા ફરિયાદો અને ખાનગી સરવેના આધારે તપાસ કરાય છે.

અન્ય સમાચારો પણ છે...