લાભ:કુપોષિત બાળકો ન જન્મે તે માટે સગર્ભા મહિલાઓને આયુર્વેદિક પાઉડર અપાશે

ગાંધીનગર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યલો ઝોનમાં આવતાં 800 કુુપોષિત બાળકોને હોમિયોપેથિક દવા અપાશે
  • બાળક અને માતામાં રોગપ્રતિકારક શક્તિમાં વધારો સહિતના લાભો થશે

જિલ્લામાં કુપોષણની સમસ્યાને નાથવા અને બાળકોને કુપોષણમાંથી મુક્ત કરવા સગર્ભા મહિલાઓને આયુર્વેદ પાઉડર આપવામાં આવશે. જ્યારે 0થી 6 વર્ષના બાળકોને હોમિયોપેથિક દવા અપાશે. જિલ્લામાં યલો ઝોનમાં અંદાજે 800 જેટલા બાળકોનો સમાવેશ થાય છે.

રાજ્ય સરકાર દ્વારા કુપોષણની સમસ્યાને નાથવા માટે નવી નવી યોજનાઓ બનાવી રહી છે. ત્યારે રાજ્યના પાટનગર ગાંધીનગર જિલ્લાને કુપોષણ મુક્ત કરવા માટે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સગર્ભા મહિલાઓને આયુર્વેદ પાવડર અને નવજાત બાળકોને હોમિયોપેથિક દવા આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.

કુપોષણને નાથવા માટે જિલ્લા વિકાસ અધિકારી સુરભી ગૌત્તમે જિલ્લા પંચાયતના સ્વભંડોળમાંથી રૂપિયા 3 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. જોકે જિલ્લામાં યલો ઝોનમાં આવતા 0થી 6 વર્ષના એટલે કે આંગણવાડીના બાળકોને હોમિયોપેથીક ગોળીઓ આપવામાં આવશે. જિલ્લામાં યલો ઝોનમાં અંદાજે 800 જેટલા બાળકોનો સમાવેશ થાય છે. યલોઝોનવાળા બાળકોને હોમિયોપેથીક ગોળીઓ દિવસમાં બે ટાઇમ આપવામાં આવશે તેમ જિલ્લા આયુર્વેદિક અધિકારી ડો.ભાવનાબેન પટેલે જણાવ્યું છે.

જ્યારે સગર્ભા મહિલાઓને આયુર્વદિક પાવડર પાંચ કે છઠ્ઠા માસથી આપવામાં આવશે. જેના માટે સગર્ભા મહિલાઓના આરોગ્યની ચકાસણી કર્યા બાદ આયુર્વેદ પાવડર આપવામાં આવશે. જોકે હાલમાં હોમિયોપેથિક ગોળીઓની ખરીદીની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આથી આગામી સમયમાં જિલ્લાના યલો ઝોનના કુપોષિત બાળકોને હોમિયોપેથીક ગોળીઓ અને સગર્ભા મહિલાઓને આયુર્વેદિક પાવડર આપવામાં આવશે.

હોમિયોપેથિક ગોળીઓથી બાળકોને ફાયદો
કુપોષિત બાળકોને સતત ત્રણ મહિના સુધી હોમિયોપેથિક ગોળીઓ આપવામાંથી બાળકોના સ્નાયુઓનો વિકાસ થશે. રોગ પ્રતિકાર શક્તિમાં વધારો થશે. લોહીની ટકાવારીમાં પણ વધારો થશે. શારીરિક નબળાઇ દુર થશે. દિવસમાં બે ટાઇમ હોમિયોપેથીક ગોળી બાળકોને આપવામાં આવશે.

આયુર્વેદ પાઉડર આપવાથી થતા ફાયદા
જિલ્લાની સગર્ભા મહિલાઓને આયુર્વેદ પાવડર આપવાથી ડિલેવરી બાદ ધાવણ સારૂ આવશે. સગર્ભા કુપોષણમાંથી મુક્ત થશે. ઉપરાંત બાળક તંદુરસ્ત જન્મશે. બાળક અને માતામાં રોગપ્રતિકાર શક્તિમાં વધારો થશે સહિતના લાભો થશે.

અન્ય સમાચારો પણ છે...