તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:સગર્ભા બહેનો , કિશોરીઓમાં એનિમિયાનું પ્રમાણ ઘટાડવા માટે રૂ. 2.07 કરોડ ખર્ચાશે

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર જિલ્લામાં સગર્ભા બહેનો અને કિશોરીઓમાં એનિમિયાનું પ્રમાણ ઘટાડવા પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી હતી. - Divya Bhaskar
ગાંધીનગર જિલ્લામાં સગર્ભા બહેનો અને કિશોરીઓમાં એનિમિયાનું પ્રમાણ ઘટાડવા પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી હતી.
  • જિલ્લા આરોગ્ય વિભાગના સહયોગથી એસ્ટ્રલ ફાઉન્ડેશન કલોલ તાલુકાનાં 11 ગામોમાં પ્રોજેક્ટ અંતર્ગત કામ કરાશે

સગર્ભા બહેનો અને કિશોરીઓમાં એનિમિયાનું પ્રમાણ ઘટાડવા માટે જિલ્લા આરોગ્ય વિભાગના સહયોગથી એસ્ટ્રલ ફાઉન્ડેશન દ્વારા આરોગ્ય પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં કલોલ તાલુકાના 11 ગામોમાં પ્રોજેક્ટ અંતર્ગત કામગીરી કરવામાં આવશે.

એનિમિયાની સમસ્યા કિશોરી તેમજ સગર્ભા માતાઓમાં દુર કરવા માટે એસ્ટ્રલ ફાઉન્ડેશન અને જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્યમ પ્રોજેક્ટ ચલાવાશે. આ પ્રોજેક્ટ અંતર્ગત જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા મેડિકલ સ્ટાફ અને ડોક્ટરનો તાંત્રિક સહયોગ અપાશે. આ કામગીરીમાં કલોલ તાલુકાના 11 ગામોની કુલ 351 સગર્ભા બહેનોનું દર માસે વજન, ઉંચાઇ, એમઆઇએસી, હેલ્થ ચેકઅપ કરાશે. ઉપરાંત સુપોષણ માટે આરોગ્યપ્રદ બિસ્કિટ અપાશે. જેથી તેમનામાં આર્યનની ઉણપ અને પોષણને લગતી સમસ્યાઓને નિવારાશે.

આરોગ્યમ પ્રોજેક્ટ અંતર્ગત આરોગ્ય સેવાઓ ગ્રામ્ય લેવલે, ફેક્ટરી વિસ્તારમાં મળી રહે અને ઘર ઘર સુધી પહોંચી બાળકોના રસીકરણ, સગર્ભા માતાઓની તપાસ અને સારવાર, બાળકો, માતાઓ, કિશોરીઓ તેમજ મોટી ઉંમરના વ્યક્તિઓને આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે એસ્ટ્રલ ફાઉન્ડેશન દ્વારા મોબાઇલ મેડિકલ વાન શરૂ કરાઈ છે.

મોબાઇલ વાનને જિલ્લા કલેક્ટર ડો.કુલદીપ આર્ય, DDO શાલિની દુહાન, ન્યુટ્રીશન મિશન ડાયરેક્ટર સુનીલ નાયક, એસ્ટ્રલના સીએફઓ હિરાનંદ સાવલાઅે ઉદ્દઘાટન કર્યું હતું. વધુમાં સંસ્થા દ્વારા શાળામાં જતી અને શાળાએ ના જતી તમામ 1640 કિશોરીઓને સેનેટરી પેડ અપાશે. આરોગ્ય પ્રોજેક્ટ જિલ્લાના કલોલ તાલુકાના મોટી ભોંયણ, દંતાલી, જેઠલજ, કારોલી, ખાત્રજ, રકનપુર, રણછોડપુરા, સબાસપુર, સનાવડ, સાંતેજ, વડસરમાં ચલાવાશે.

અન્ય સમાચારો પણ છે...