તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પહેલ:જિલ્લામાં 16 અકસ્માત સંભવિત સ્થળો પર સાવચેતીના બેનર્સ લાગ્યા

ગાંધીનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મુખ્યમાર્ગો પર સ્પીડ ગનથી વાહનોની ગતિ અંકુશમાં રખાશે

ગાંધીનગરમાં પહોળા અને પાકા રાજમાર્ગો ઉપર અકસ્માતોના બનાવો દિનપ્રતિદિન વધી જ રહ્યાં છે. ત્યારે શહેર અને જિલ્લાના રસ્તાઓ ઉપર છેલ્લા બે વર્ષ દરમ્યાન થયેલા રોડ એક્સિડન્ટમાં અંદાજે 400થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. માર્ગ અકસ્માતના બનાવો ઘટે તે માટે આરટીઓ, પોલીસ, માર્ગ અને મકાન વિભાગ સહિત સ્થાનિક તંત્ર દ્વારા રોડ એન્જીનિયરિંગમાં સુધારો કરવા ઉપરાંત ટ્રાફિકના નિયમોનું વાહનચાલકો પાલન કરે તે માટેના પ્રયત્નો પણ કરવામાં આવે છે. તેમ છતાં ટ્રાફિક સેન્સના અભાવે ગમખ્વાર અકસ્માતો બને છે. જિલ્લા ટ્રાફિક પોલીસે આવા બ્લેક સ્પોટ પર અકસ્માત ટાળવા માટે બેનર લગાવ્યા છે.

જેમાં છાલા ગામ, લવારપુર, ગીયોડ પાટીયા, ચિલોડા સર્કલ, મહુન્દ્રા સર્કલ, ગીયોડ મંદિર, વલાદ પાટીયા, રાયપુર કેનાલ, લીમ્બડીયા પાટીયા, દહેગામ-નરોડા રોડ વડોદરા પાટીયા, કોબા સર્કલ, દહેગામ મોડાસા રોડ પાલૈયા ચાર રસ્તા, અડાલજ ત્રિમંદિર, વૈષ્ણોદેવી સર્કલ, ઉવારસદ ચાર રસ્તા, પીડીપીયુ ચાર રસ્તા ખાતે સ્લોગન સાથેના બેનર મૂકવામાં આવ્યા છે. બેનર પર ‘ગતિ મર્યાદામાં વાહન હંકારો અને ઘરે સલામત પહોંચો’, ‘આપનો પરિવાર આપની રાહ જુએ છે’, ‘જોખમી રીતે ઓવરટેક ન કરો અને ઘરે સલામત પહોંચો’ જેવા સ્લોગન ધરાવતા બેનર મૂકવામાં આવ્યા છે. ટ્રાફિક ઈન્સ્પેક્ટર એમ.આર. પુવારે જણાવ્યુ, ‘વારંવાર વાહન અકસ્માત થતા હોય તેવી જગ્યાઓની વિઝિટ કરવાની સાથે વધુ ઝડપથી પસાર થતા વાહનો વિરુદ્ધ સ્પીડ ગનની મદદથી ઓળખવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો