આક્રોશ:પ્રજાપતિ સમાજ ભાજપ વિરુદ્ધમાં મતદાન કરશે

ગાંધીનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • એક પણ બેઠક પર ટિકિટ ન મળતા આક્રોશ

55 લાખની વસ્તી ધરાવતા અને 42 બેઠકો પર પ્રભુત્વ ધરાવતા પ્રજાપતિ સમાજના એકપણ ઉમેદવારને ભાજપ દ્વારા વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ આપવામાં નહીં આવતા સમાજે ભાજપ સામે મોરચો ખોલ્યો છે અને ચૂંટણીમાં ભાજપને મત નહીં આપવાનું એલાન કર્યું છે.

પ્રજાપતિ સમાજના આગેવાનો દ્વારા અગાઉ ભાજપના પ્રદેશ નેતાઓને મળીને સમાજના ઉમેદવારોને 10 બેઠક ફાળવવા રજૂઆત કરી હતી પરંતુ ટિકિટ ફાળવણી દરમિયાન પ્રજાપતિ સમાજના એકપણ ઉમેદવારને ભાજપ તરફથી ટિકિટ આપવામાં આવી નથી. ગાંધીનગરમાં મળેલી પ્રજાપતિ સમાજની બેઠકમાં આ મામલે ભાજપ સામે નારાજગી જોવા મળી હતી.

પ્રજાપતિ સમાજના આગેવાન ઘનશ્યામ પ્રજાપતિએ કહ્યું કે 55 લાખની વસ્તી અને 32 લાખ મતદારો છે તેને ધ્યાને લેતા 5 બેઠકો તો મળવી જ જોઇએ. 60થી વધુ દાવેદારો હતા છતાં પ્રજાપતિ સમાજના એકપણ ઉમેદવારને ભાજપ તરફથી એક પણ ટિકિટ અપાઇ નથી. જેથી હવે ભાજપને મત નહીં આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સમાજ દ્વારા આ અંગે બેઠક કર્યા બાદ નિર્ણય લેવામાં આવ્યો છે કે પ્રજાપતિ સમાજ અપક્ષ ઉમેદવારોને સમર્થ કરશે અથવા ભાજપની વિરોધમાં રહેતા ઉમેદવારને મતદાન કરાશે.

અન્ય સમાચારો પણ છે...