રોષ:ટિકિટ ન મળતા પ્રજાપતિ સમાજ ચૂંટણીમાં ભાજપનો બહિષ્કાર કરશે

ગાંધીનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સમસ્ત પ્રજાપતિ સમાજની બેઠક મળી

શહેરના સેક્ટર 28 સ્થિત વરીયા સમાજની વાડીમાં સમસ્ત પ્રજાપતિ સમાજની બેઠક મળી હતી. જેમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે એક પણ સીટ નહિ ફાળવવા બાબતે ચિંતન કરાયુ હતુ અને યુવાનો દ્વારા ભાજપનો બહિષ્કારની વાત કરવામાં આવી હતી.

જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા એક એક ટિકિટ આપવામાં આવતા સમાજના બંને ઉમેદવારોને વિજયી બનાવવા હાકલ કરવામાં આવી હતી. તે ઉપરાંત રાજ્યમાં અન્ય બેઠકો ઉપર સમાજના યુવાનો દ્વારા અપક્ષ ઉમેદવારી કરાઇ છે, તેમને જીતાડવા કામે લાગી જવા આહવાન કરાયુ હતુ. બેઠકનુ આયોજન કરનાર આગેવાનો યુવાનોનો રોષ જોઇ જતાં રહ્યા હતા.

ગાંધીનગરના સેક્ટર 28 વરીયા સમાજની વાડીમાં સમસ્ત પ્રજાપતિ સમાજના નેજા હેઠળ બેઠકનુ આયોજન કરાયુ હતુ. જેમાં બનાસકાંઠા, ગાંધીનગર, અમદાવાદ અને સૌરાષ્ટ્રથી અલગ અલગ મંડળના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

બેઠકમાં રાજ્યની 182 વિધાનસભા બેઠકમાં ભાજપ દ્વારા પ્રજાપતિ સમાજના એક પણ વ્યક્તિને ટિકિટ ન આપવા બાબતે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો.બેઠકમાં હાજર આગેવાનો અને સમાજ હિતેચ્છુઓએ કહ્યુ હતુ કે, પ્રજાપતિ સમાજ અત્યાર સુધી ભાજપને મત આપતો હતો. પરંતુ આ ચૂંટણીમાં ભાજપે એક પણ ટિકિટ પ્રજાપતિ સમાજને નહીં ફાળવતા ભાજપને મત નહિ આપે.

અન્ય સમાચારો પણ છે...