તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તનતોડ મહેનત:વહેલાલ કેળવણી મંડળના મેદાનમાં યુવાઓની પોલીસ ભરતી દોડની પ્રેક્ટિસ

વહેલાલ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વહેલાલની મહિલા પીએસઆઇ અને પુરુષ પોલીસ કોન્સ્ટેબલ ઉમેદવારને માર્ગદર્શન આપી રહ્યા છે
 • 5000 મીટરની દોડ 20કે તેથી ઓછી મિનિટમાં પુરી કરનારને 50 માર્કસ મળશે

કારકીર્દી બનાવવાની ચિંતા યુવાઓને વહેલા ઉઠાડી મેદાન ઉપર દોડાવી રહી છે. તો ઘણા વહેલી સવારની કસરત સ્વાસ્થ્ય માટે સારી એમ સમજી દોડી રહ્યા છે. જેના જીવંત દ્રશ્યો દસક્રોઈના વહેલાલ શાળાના વિશાળ મેદાન પર દોડતા જૂજ યુવાઓની દોડ પરથી દેખાઈ આવે છે. જો કે કારકિર્દી બનાવવા જૂજ યુવાનો વર્ગ વિદેશ જવા IELTSના ક્લાસ માટે વહેલી સવારે જાય છે.

પીએસઆઇ,એસએઆઈની ભરતી માટે દોડની પરીક્ષામાં ઓછામાં ઓછી મિનિટોમાં પોતાની શારીરિક કાર્યક્ષમતા પુરવાર કરી ઉચ્ચ માર્ક મેળવી મેરિટમાં સ્થાન મેળવવા વહેલાલ કેળવણી મંડળના મેદાન પર વહેલાલ અને આસપાસના ગામના જૂજ યુવાઓ તનતોડ મહેનત કરી રહ્યા છે. તેમજ આ યુવાઓને વહેલાલમાંથી 4 વર્ષ પૂર્વે પોલીસ ભરતીમાં કોન્સ્ટેબલ થયેલ યુવાન રોહિત કેશાજી ઠાકોર માર્ગદર્શન આપી રહ્યા છે.તો વહેલાલ ગામની યુવા પીએસઆઇ હેતલ એમ રબારી પણ પોતાના ફરજ પરની પોસ્ટ પરથી ગામના યુવાઓને ટેલિફોનિક માર્ગદર્શન આપી રહ્યા છે.

અહીં ઉલ્લેખનીય છે કે દોડ પૂર્ણ કરનારને લેખિત આપવાની જોગવાઈ કરાઈ છે. પુરુષો માટે 5000 મીટરની દોડ 20 કે તેથી ઓછી મિનિટમાં પુરી કરનારને 50 માર્ક્સ મળે છે જ્યારે 20 થી વધુ મિનિટ માટે ઓછા માર્ક્સ મળે છે. ત્યારે વહેલાલમાં યુવાઓ 20 મિનિટ કે ઓછી મિનિટમાં દોડ પુરી કરવા તનતોડ મહેનત કરે છે. એકલ દોકલ યુવાઓ એવા છે જે પરીક્ષા ના હોય આમ છતાં પણ વર્ષભર દોડ લગાવે છે એવો એક યુવાન 18 મિનિટમાં દોડ પૂર્ણ કરે છે. પરંતુ પરીક્ષા આપવાના હેતુથી દોડવા આવતા યુવાઓ 25 થી 30 મિનિટમાં દોડ પૂર્ણ કરે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો