તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સજા:દહેગામમાં 11 વર્ષીય દિકરી ઉપર દુષ્કર્મની કોશિષ કરનાર કૌટુંબિક બાપાને ચાર વર્ષની કેદ ફટકારતી પોક્સો કોર્ટ

ગાંધીનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આરોપીને 10 હજારનો દંડ ફટકારવામા આવ્યો

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના અંતોલી ગામે ઘરના પાછળનાં ભાગે કુદરતી હાજતે ગયેલી 11 વર્ષીય દીકરીને નિર્વસ્ત્ર કરી દુષ્કર્મની કોશિષ કરનાર કૌટુંબિક બાપાને ગાંધીનગર ની સ્પેશિયલ પોકસો કોર્ટે તકસીરવાન ઠરાવી ને 4 વર્ષની કેદ તેમજ રૂ. 10 હજારનો દંડ ફટકાર્યો છે.

આ બનાવની વિગતો મુજબ, દહેગામના અંતોલી ગામમાં રહેતા ફરિયાદીની 11 વર્ષીય દીકરી વર્ષ 2015 માં તા. 12 મી જુલાઈ ના રોજ સાડા અગિયાર વાગ્યાના અરસામાં ઘરના પાછળ આવેલી ખુલ્લી જગ્યામાં વોગામાં ખાડા બાજુ કુદરતી હાજતે ગઈ હતી. તે વખતે તેના કૌટુંબિક બાપા તેની પાસે પહોંચી ગયો હતો.

બાદમાં ફરિયાદીની દીકરીને નિર્વસ્ત્ર કરીને શારીરક અડપલા કરવા લાગ્યો હતો. તે દરમિયાન ફરિયાદી ત્યાં પહોંચી જતા આરોપી ત્યાંથી ભાગી ગયો હતો. આથી ફરિયાદીએ દીકરીને ઘરે લઈ જઈ જરૂરી પૂછતાંછ કરતાં તેણીએ કૌટુંબિક બાપા હોવાની કેફિયત વર્ણવી હતી. જેનાં પગલે ફરિયાદીએ રખીયાલ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો હતો.

આ બનાવના પગલે પોલીસે આરોપીની ધરપકડ કરી ગાંધીનગર કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. ત્યારે આવા ગંભીર ગુનામાં આરોપીને સખત દંડ અને સજા ફટકારવા માટે સરકારી વકીલ સુનીલ પંડયાએ ધારદાર દલીલો રજૂ કરી હતી. જેમની દલીલોને ગ્રાહ્ય રાખી સ્પેશિયલ પોકસો કોર્ટના મેજિસ્ટ્રેટ કે. એમ. સોજિત્રાએ આરોપીને ઈ પી કો કલમ 511, 352(A)(5)તેમજ પોકસો એકટ ની કલમ 8 અન્વયે તકસીરવાન ઠરાવી ચાર વર્ષની કેદની સજા તેમજ રૂ. 10 હજારનો દંડ ઉપરાંત દંડની રકમમાંથી રૂ. 7 હજાર ભોગ બનનારને ચુકવવા માટેનો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...