તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:સે-3, 4, 5, 6, 12,13માં ઓછા પ્રેશરથી પાણી મળે તેવી શક્યતા

ગાંધીનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • આજથી 3 દિવસ સુધી સમસ્યા રહેશે

સેક્ટર-3, 3 ન્યુ, 4, 5, 6, 12 અને સેક્ટર-13માં આજથી 3 દિવસ સુધી ઓછા પ્રેશરથી પાણી પૂરું પડાય, તેવી શક્યતા છે. આ સેક્ટરોમાં પાણી વિતરણ કરાય છે, તે સેક્ટર-5ના હેડ વર્ક્સમાં યાંત્રિક ખામી સર્જાઈ હોવાથી સમારકામ ચાલી રહ્યું હોવાથી પૂરતા પ્રેશરથી પાણી મળે, તેવી શક્યતા ઓછી છે.

શહેરમાં સેક્ટર-1થી 13ના રહેણાક વિસ્તારમાં પાણી પુરવઠાનું વિતરણ સરિતા હેડ વર્ક્સ ખાતેથી કરાય છે, જેમાં સેક્ટર-3, 3 ન્યુ, 4, 5, 6, 12 તથા સેક્ટર-13માં પીવાનાં પાણીનો દૈનિક પુરવઠો સેક્ટર-5 ખાતેના હેડ વર્ક્સથી પૂરો પાડવામાં આવે છે. ત્યારે સેક્ટર-5ના હેડ વર્ક્સમાં પમ્પિંગ મશીનરીમાં યાંત્રિક ખામી સર્જાઈ છે. જેના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેને પગલે 8થી 10 જુલાઈ એમ 3 દિવસ આ સેક્ટરોમાં ઓછા પ્રેશરથી પાણી મળવાની શક્યતા છે. પાટનગર યોજના વિભાગ નંબર-3ના કાર્યપાલક ઇજનેર તથા પાટનગર યોજના વિભાગ નં-18ના નાયબ કાર્યપાલક ઈજનેર દ્વારા આ અંગે નાગરિકોને સહકાર આપવા વિનંતી કરી છે. તેમણે સ્થાનિક રહીશોને જણાવ્યું કે, સેક્ટર-5માં હેડ વર્ક્સમાં પમ્પિંગ મશીનરીમાં જે યાંત્રિક સર્જાઈ છે તેના કારણે આજથી ત્રણ દિવસ સુધી પાણીનું પ્રેશર ઓછી રહેશે. પરંતુ જેમ બને તેમ ઝડપી કામગીરી કરી આ સમસ્યાને દૂર કરાશે.

અન્ય સમાચારો પણ છે...