ગ્રામપંચાયત ચૂંટણીનું મતદાન પૂર્ણ:ગાંધીનગર જિલ્લામાં સાંજે 5 વાગ્યા સુધીમાં સરેરાશ 62.42 % ટકા મતદાન, મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સાંજે 5 વાગ્યા સુધીના આંકડા - Divya Bhaskar
સાંજે 5 વાગ્યા સુધીના આંકડા
  • સરપંચ અને વોર્ડ સભ્ય મળી કુલ 730 ઉમેદવારનું ભાવિ 4 લાખ 10 હજાર 117 મતદાર નક્કી કરશે

ગાંધીનગર જિલ્લાની 156 ગ્રામ પંચાયતના સરપંચ અને વોર્ડ બેઠકના કુલ 730 ઉમેદવારોની પસંદગી માટે આજે વહેલી સવારથી મતદાન થઇ રહ્યું છે. જિલ્લામાં સાંજે 5 વાગ્યા સુધીમાં 62.42 ટકા મતદાન થયું છે. જિલ્લાની 179 પંચાયતમાંથી 22 ગ્રામ પંચાયત સમરસ થતાં 156 પંચાયતમાં ચૂંટણી જંગ ખેલાઇ રહ્યો છે. 156 ગ્રામ પંચાયતમાં 152 સરપંચ અને 579 વોર્ડ સભ્ય મળી કુલ 730 ઉમેદવારનું ભાવિ 4 લાખ 10 હજાર 117 મતદાર નક્કી કરશે.

સાંજે 5 વાગ્યા સુધીના આંકડા
સાંજે 5 વાગ્યા સુધીના આંકડા

જિલ્લાના ચારેય તાલુકાની 156 ગ્રામ પંચાયત પર હાલમાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. એવામાં વધુમાં વધુ કોરોના રસીકરણ થી સુરક્ષિત થઈ જાય તે માટે જિલ્લા વિકાસ અધિકારી એ નવતર પ્રયોગ હાથ ધરી જિલ્લાના 213 કેન્દ્રો પર ટીકા કરણ અભિયાન સવારથી શરૂ કરાયું છે. જે અન્વયે બપોર સુધીમાં 2500 લાભાર્થીઓને કોરોના વેક્સિન આપવામાં આવી છે.​​​​

દહેગામ તાલુકાની 75 પંચાયતમાં 73 સરપંચ અને 241 વોર્ડ સભ્ય, ગાંધીનગર તાલુકાની 52 પંચાયતમાં 52 સરપંચ અને 223 વોર્ડ સભ્ય, કલોલ તાલુકામાં 11 પંચાયતમાં 10 સરપંચ અને 78 વોર્ડ સભ્ય તથા માણસામાં 18 પંચાયતમાં 17 સરપંચ અને 56 વોર્ડ સભ્ય માટે ચૂંટણી જંગ ખેલાઈ રહ્યો છે.

દહેગામ તાલુકામાં 15 ગામ સંવેદનશીલ
દહેગામ તાલુકાની 75 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં કુલ 223 મતદાન મથકો પર મતદાન થઇ રહ્યું છે. તે પૈકી દહેગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 141 મતદાન મથકો જ્યારે રખિયાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 82 મતદાન મથક આવેલા છે. બંને વિસ્તારના 15 ગામોને સંવેદનશીલમાં જાહેર કરાયા છે.

દહેગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 44 ગ્રામ પંચાયતોનો સમાવેશ થાય છે જ્યાં 141 મતદાન મથકો પર ચૂંટણી યોજાઇ છે. જેમાં લવાડ, વાસણા રાઠોડ, બહિયલ, કડાદરા, કનીપુર, દેવકરણના મુવાડા, પાલુન્દ્રા હાલીસા નાંદોલ અને હરસોલી ગામની ગણના સંવેદનશીલમાં થાય છે. જ્યારે તાલુકાના રખિયાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 31 ગામોનો સમાવેશ થાય છે, જ્યાં 82 મતદાન મથકો પર ચૂંટણી યોજાઇ છે.

અહીં ધારિસણા, રખિયાલ, બિલમણા જિંડવા અને કડજોદરા ગામની સંવેદનશીલ તરીકે ગણના કરવામાં આવી છે. વહિવટી તંત્ર દ્વારા શાંતિપૂર્ણ રીતે ચૂંટણી યોજાય તે માટે વ્યવસ્થાની સજ્જ કરવાની તૈયારીઓ હાથ ધરાઈ છે.

દસક્રોઈ તાલુકાનાં 55 ગામોમાં ચૂંટણી
દસક્રોઈના 55 ગામના 510 વોર્ડમાં ચૂંટણી યોજાઇ છે. જેમાં 394 મતપેટીનો ઉપયોગ થયો છે. સ્થાનિક ચૂંટણી અધિકારી કર્મીઓએ મતદાર જાગૃતિ માટે ઠેર ઠેર સ્ટીકર મારી મત કઈ રીતે આપવો તેની સમજણ આપાઇ હતી. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં દસક્રોઈના કણભા તેમજ અસલાલી પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત જાણકારી મુજબ ભાત, કાસિન્દ્રા, મહિજડા, અસલાલી, પીરાણા, કણભા, કુબડથલ,ધામતવાંન, કુહા, ગતરડ, બાકરોલ, પસુંજ સંવેદનશીલ મથકો છે.

અન્ય સમાચારો પણ છે...