તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નરેશ પટેલના નિવેદનથી ભાજપ છંછેડાયું:કહ્યું, ‘દબાણ ઊભું કરે છે’, ખોડલધામમાં પાટીદારોની બેઠક બાદ રાજકારણ ગરમાયું

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
નરેશ પટેલની ફાઇલ તસવીર - Divya Bhaskar
નરેશ પટેલની ફાઇલ તસવીર
  • ભાજપના પ્રવક્તાએ કહ્યું કે મુખ્યમંત્રી આપણા સમાજનો હોય તેના કરતાં આપણા સમાજનું ભલું કરનારો હોવો જોઇએ

​​​​ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલે ગુજરાતના મુખ્યમંત્રી પાટીદાર સમાજના હોવા જોઇએ તેમ કહેતાં ભાજપ છંછેડાયું છે. ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેએ કહ્યું કે નરેશ પટેલનું આવું નિવેદન રાજકીય પક્ષો પર ખોટું દબાણ સર્જે છે, અને તેમ ન હોવું જોઇએ. ભાજપ હોય કે કોંગ્રેસ દરેક પક્ષ પર આ રીતે આડકતરી રીતે તેઓ પ્રેશર લાવી ન શકે.

રાજનીતિમાં સમાજે હસ્તક્ષેપ ન કરવો જોઈએઃ યજ્ઞેશ દવે
યજ્ઞેશ દવેએ કહ્યું કે હું પણ ગુજરાતના બ્રાહ્મણ સમાજનો મહામંત્રી છું પરંતુ સમાજના નેતાએ તે જોવું જોઇએ કે મુખ્યમંત્રી આપણાં સમાજનો હોય તેવી જિદ કરવાને બદલે તે તેમના સમાજનો અને દરેક સમાજનો હિતેચ્છુ હોવો જોઇએ. કોઇપણ સમાજે રાજનીતિમાં હસ્તક્ષેપ કરવો જોઇએ નહીં.

રાજકીય ખેલ કરનારી વ્યક્તિઓએ દૂર રહેવું
તેમણે તેમ પણ કહ્યું કે પાટીદાર સમાજ ભાજપની પડખે રહ્યો છે અને છેલ્લી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં ભાજપને મળેલાં કુલ મતોના સિત્તેર ટકા કરતાં વધુ મતો પાટીદાર સમાજના હતા. તેથી આવું નિવેદન કરવું ન જોઇએ. આ અગાઉ ભાજપના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ મંત્રી દિલીપ સંઘાણીએ પણ કહ્યું હતું કે નરેશ પટેલ પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે સમાજનો રાજકીય ઉપયોગ કરી રહ્યા છે. ધર્મ કે સમાજને નામે રાજકીય ખેલ કરનારી વ્યક્તિને ઓળખીને લોકોએ તેનાથી દૂર રહેવું જોઇએ.

અન્ય સમાચારો પણ છે...