તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પાલિકા કે પંચાયતમાં સત્તાનાં સિંહાસન માટે રાજકીય પક્ષો દ્વારા પ્રતિસ્પર્ધી ઉમેદવારોના ફોર્મ પરત ખેંચાવવા માટે કવાયત હાથ ધરી દીધી છે. જેમાં મતબેન્કને નડતા ઉમેદવારોને શામ દામ દંડ અને ભેદની નીતિથી મનાવીને ઉમેદવારી ફોર્મ પરત ખેંચાડવાની કામગીરી શરૂ કરાઈ છે. જેમાં રાત્રે ફાર્મ હાઉસમાં કે અન્ય જગ્યાઓએ બેઠકોનો દૌર શરૂ થયો છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતીથી વિજેતા બનીને સત્તા હાંસલ કરવાની મનછા દરેક રાજકીય પક્ષોમાં હોય છે. ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરતા પહેલાં રાજકીય પક્ષો તેમજ અપક્ષ ઉમેદવારો દ્વારા ખાસ કાળજી લેવામાં આવી છે. જેમાં નિષ્ણાંત વકીલો અને રાજકીય અગ્રણીઓના માર્ગદર્શન હેઠળ તેમજ વહીવટના નિવૃત્ત અધિકારીઓના મંતવ્યો લઇને ઉમેદવારી ફોર્મ ભરવાની કામગીરી ઉમેદવારોએ કરી છે. ઉમેદવારી ફોર્મમાં કોઇપણ પ્રકારની નાનકડી ભૂલને લીધે રિજેક્ટ થાય નહીં તેની તકેદારી રાખી છે. જ્યારે રાજકીય પક્ષો દ્વારા ડમી ઉમેદવારનું પણ ફોર્મ ભરવામાં આવ્યું છે. ત્યારે હવે ઉમેદવારી ફોર્મ ભરવાની કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. હવે તારીખ 15મી, સોમવારે ઉમેદવારી ફોર્મની ચકાસણી અને તારીખ 16મી, મંગળવારે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ છે. ત્યારે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની બેઠક ઉપર મતબેન્કને અસર કરે તેવા અપક્ષ કે અન્ય પક્ષના ઉમેદવારોને ફોર્મ પરત ખેંચાવવા માટેની કવાયત રાજકીય પક્ષો દ્વારા શરૂ કરી છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત બહુજન સમાજ પાર્ટી, આમ આદમી પાર્ટીએ પણ પોતાના ઉમેદવારો ઊભા રાખ્યા છે. જ્યારે રાજકીય પક્ષોએ ટિકીટ નહીં આપતા અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસની પંચાયત કે પાલિકાની બેઠકમાં વિજેતા થવા માટે અવરેસ્ટ સર કરવા જેવી સ્થિતિ બની રહે તેવી શક્યતા રહેલી છે.
આથી આવી કપરી સ્થિતિમાં જ મતબેન્કને અસર કરે તેવા ઉમેદવારોને મનાવવાની કામગીરી રાજકીય પક્ષોના ઉમેદવારોએ હાથ ધરી છે. નડતા ઉમેદવારોને શામ દામ દંડ અને ભેદ કોઇપણ રીતે ફોર્મ પરત ખેંચાવવાની માટે બેઠકોનો દૌર શરૂ કર્યો છે. અપક્ષો કે અન્ય પાર્ટીના ઉમેદવારોની જીતવાની આશા પાતળી છે. પરંતુ તેઓ ભાજપ અને કોંગ્રેસના મતોમાં ઓટ લાવી શકે તેવી ચિંતા રાજકીય પક્ષોમાં વધી છે. જો કે, નિષ્ણાંત વકીલો અને રાજકીય અગ્રણીઓના માર્ગદર્શન હેઠળ તેમજ વહીવટના નિવૃત્ત અધિકારીઓના મંતવ્યો લઇને ઉમેદવારી ફોર્મ ભરવાની કામગીરી ઉમેદવારોએ કરી છે.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.