તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફાગણી પૂનમની ઉજવણી:હોળીની અગ્નિજ્વાળા સીધી ઉપર હોવાથી રાજકીય મહાનુભાવો સંકટમાં આવી શકે છે

ગાંધીનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જ્વાળા ઉપરથી પશ્ચિમ દિશામાં જાય જે શુભ-સંકેત સૂચવે છે

હોળી એટલે હુતાશણી પર્વ દર વર્ષે આવે છે. પૌરાણિક સમયથી તેનું અનેરું મહત્ત્વ રહેલું છે. હોલિકા દહન એટલે આસુરી શક્તિઓનું દહન. માનવજીવનના તમામ દોષના નિવારણ માટે આ પર્વ પ્રેરણાદાયી છે. આગામી વર્ષના ફળકથન કરવા રહીશો માટે સામાજિક, આર્થિક, રાજકીય મહાનુભવો માટે તેમજ વર્ષાઋતુ કેવી રહેશે? ધન-ધાન્ય કેવું પાકશે? કુદરતી કે અકુદરતી ઘટનાઓ કેવી બનશે? તેનો વરતારો કરવા માટે નૂતન વર્ષની પ્રવેશ સમયની કુંડળી, હોળીની જાળ, ચૈત્રી દનૈયા અને અખાત્રીજના પવન પરથી અનુમાન કરવામાં આવે છે.

આજે હોળી પ્રગટાવ્યા બાદ ઉત્પન્ન થતી જ્વાળા આધારિત જાણીતા જ્યોતિષી આશિષ રાવલના જણાવ્યા અનુસાર હોળીની જ્વાળા સાથે ભડલી વાક્યોના અભ્યાસ, અનુભવી આધારિત અવલોકન કરી જણાવે છે કે વિક્રમ સંવત 2077ની હોળીની પ્રગટાવવાની સાથે અગ્નિજ્વાળા સીધી ઉપર ભભૂકી હતી. વધુ ગરમ પવનનો અહેસાસ થયો હતો, જેને કારણે રાજકીય મહાનુભાવો વધુ સંકટમાં આવી શકે. સામાન્ય જનતા પર વધુ વેરો વસૂલશે! હોળીની જ્વાળા ઉપરથી પશ્ચિમ દિશામાં જાય છે, જે શુભ-સંકેત સૂચવે છે. વરસાદ (બાર આની થાય) પાક સારો થાય છતાં પણ અન્નની અછત વર્તાય. અમુક સ્થળે વરસાદના છાંટાય ન પડે. વર્ષના અંત સમયમાં પષ્કળ ઝાપટાં પડે. પાક મબલખ ઊતરે.

કોરોના વાઇરસ કુદરતી રીતે આગળ જતો અટકશે. વધુમાં જ્યોતિષી પ્રદ્યુમ્ન ભટ્ટના જણાવ્યા અનુસાર શરૂઆતથી ગણતરી મિનિટોમાં જ્વાળા ચારેબાજુ ધુમાડા જેવી યુદ્ધજન્ય પરિસ્થિતિ મનું નિર્માણ સંભવ? આકસ્મિક દુર્ઘટના જેવી અશુભ શક્યતા નકારી શકાતી નથી! આગામી સમયમાં ઋતુ પરિવર્તન થયાનો અહેસાસ વારંવાર થયા કરે. આગામી દિવાળી પછી બજારમાં વધુ મંદી જોવા મળે!નાણાભીડ વરતાય. તેનાથી રાહત મેળવવા લોકોએ ઈષ્ટદેવતાનું સ્મરણ તેમજ ઓમકાર મંત્રનું જાપ કરવો હિતકારી બની રહેશે.

 • હોલીકા દહન એટલે અસત્ય ઉપર સત્યના વિજયનું પ્રતિક માનવામાં આવે છે. વર્તમાન કોરોનાની મહામારીથી છુટકારો મળે તેવી પ્રાર્થના સાથે જિલ્લાવાસીઓએ હોળીની પૂજા અર્ચના કરી હતી. જોકે હોળી પ્રગટાવ્યા બાદ તેની જાળ કઇ દિશામાં જાય છે. તેના આધારે વર્ષનો વરતાળો કરવામાં આવે છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો