તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:અપહૃતોથી બાળકો છોડાવનારી પોલીસ શ્રમિક માતા અને પિતાને રોજગારી અપાવવા ઉત્સુક

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
અડાલજમા અપહરણ થયેલા બાળકના પરિવારને પોલીસે આજે દૂધ અને બિસ્કીટ આપ્યા હતા અને વધુ મદદ માટે તૈયારી બતાવી હતી. - Divya Bhaskar
અડાલજમા અપહરણ થયેલા બાળકના પરિવારને પોલીસે આજે દૂધ અને બિસ્કીટ આપ્યા હતા અને વધુ મદદ માટે તૈયારી બતાવી હતી.
  • અડાલજ પોલીસ અને LCB PIએ બાળકના ઘેર જઈ મદદ કરવા તૈયારી દર્શાવી

અડાલજમા રહેતા શ્રમજીવી અને નિરક્ષર પરિવારના બાળકનુ 2 વાર અપહરણ થયુ હતુ. પોલીસ બંને વાર બાળકને પરત લાવવામ સફળ રહી છે. બાળકનુ પરિવાર એકદમ ગરીબ છે અને તેની પરવરીશ પણ સારી રીતે કરી શકે તેવી હાલતમા નથી. ત્યારે બાળકની મદદે અડાલજ પીઆઇ અને એલસીબી-2ના પીઆઇ મદદે આવ્યા છે. બાળક થોડુ મોટુ થાય અને ફરી ભૂલથી પણ કંઇ થાય નહિ માટે અડાલજ પોલીસની ટીમ એકવાર પેટ્રોલિંગ કરે છે. જ્યારે એલસીબીના પીઆઇએ જો રોજગારની જરૂર હોય તે તેમનો સંપર્ક કરવા કહ્યું હતું. કઠણ કાળજાની ગણાતી પોલીસ સંવેદનશીલ બની ગઇ છે.

ભગવાન બાળકનુ રૂપ હોય છે, તેને જોઇ કોઇ પણ વ્યક્તિ સંવેદનશીલ બની જાય છે. બે મહિનામાં બે વાર અપહરણનો કેસ ઉકેલનાર ગાંધીનગરની પોલીસનુ બાળક જોઇને હ્યદયકંપી ઉઠ્યુ છે. બાળકને સારી પરવરીશ મળે તે માટે પોલીસ માતા પિતા બની ગઇ છે. જન્મ આપનાર માતા પિતા નિરક્ષર છે, તે બાળકનુ કેવી ભવિષ્ય બનાવશે તે પણ કોઇને ખબર નથી. પરંતુ બાળકનુ ભાવિ ઉજાસમય બને તે માટે અડાલજ પોલીસ સ્ટેશનના પીઆઇ જે.એચ.સિંધવ અને એલસીબી 2ના પીઆઇ એચ.પી.ઝાલાએ બિડુ ઝડપ્યુ છે.

અડાલજ પોલીસ સ્ટેશનના પીઆઇ જે.એચ. સિંધવે કહ્યુ હતુ કે, બાળકના પરિવારના સભ્યો અભણ છે, જ્યારે બાળકનુ આકસ્મિક 2 વખત અપહરણ થયુ છે. હાલમા અડાલજ પોલીસની ટીમ દિવસમાં એક વખત પેટ્રોલિંગ કરી રહી છે. જ્યારે કોઇ વાર તે તરફથી આવતી હોય તો પણ ચક્કર મારવા જાય છે. બાળકનુ આરોગ્ય સારું રહે તે માટે દૂધ સહિતની ખાદ્ય ચિજવસ્તુઓ આપે છે. હાલમાં પોલીસ આ પ્રમાણે કામગીરી ચાલુ રાખશે.

લોકલ ક્રાઇમ બ્રાન્ચ 2ના પીઆઇ એચ.પી.ઝાલાએ કહ્યુ હતુ કે, બાળકનો પરિવાર મજુરી કરી જીવન નિર્વાહ કરી રહ્યો છે. કાગળ વિણીને રોજગારી મેળવે છે. ત્યારે એક બાળકનુ ભાવિ અંધકારમાંથી પ્રકાશ તરફ રહે તે માટે તેના પરિવારને જો રોજગારી જરૂર હોય તો મારો સંપર્ક કરવા કહ્યુ છે, પરંતુ હજુ સુધી કોઇ મારી પાસે આવ્યુ નથી. જો કોઇ સભ્ય આવશે તો એનજીઓની મદદથી સારી રોજગારી મળી રહે તેવી વ્યવસ્થા કરાવી આપીશુ.

અન્ય સમાચારો પણ છે...