તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:જાખોરા ગામમાં દારૂની હેરાફેરી થવાના સમયે જ પોલીસ ત્રાટકી

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આરોપીઓ પાસેથી 96 બિયરના ટીન મળી આવ્યા
  • કારમાં પડેલો માલ અન્ય વાહનમાં ટ્રાન્સફર કરે તે પહેલા જ પોલીસે મુદ્દામાલ સાથે 4 આરોપીને ઝડપી લીધા હતા

ચિલોડા હિંમતનગર હાઇવે પર આવેલા જાખોરા ગામના જવાના રસ્તા ઉપર આવેલી કેનાલ પાસે એક કાર દારૂનુ કટીંગ કરવા જઇ રહી હતી, તે સમયે જ પોલીસે ખેડ પાડી દેતા ચાર આરોપીઓને ઝડપી લીધા હતા. જ્યારે કારમા રહેલા અલગ અલગ 3 પ્લાસ્ટીકના થેલામાથી વિદેશી દારૂની 96 બોટલ મળી આવતા આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ જિલ્લામા દારૂની હેરાફેરી અટકાવવા જિલ્લા પોલીસ વડા દ્વારા કડક આદેશ કરાયા છે.

ત્યારે ચિલોડા પોલીસ પેટ્રોલીંગ કરી રહી હતી, તે દરમિયાન બાતમી મળી હતી કે, જાખોરા ગામની સીમમા આવેલી કેનાલ પાસે એક કારમાં દારૂનુ કટીંગ ચાલી રહ્યુ છે. ત્યારે પોલીસે બાતમીવાળા સ્થળ પર તપાસ કરતા એક કાર નંબર જીજે 09 સી 4776ની તપાસ કરતા તેમા અલગ અલગ ત્રણ પ્લાસ્ટીકના થેલા મળી આવ્યા હતા. કારમાથી દારૂના થેલા બાઇક પર લઇ જવાની તૈયારી ચાલી રહી હતી.

તે સમયે જ પોલીસે 20 વર્ષિય સનીલ મણીલાલ ખરાડી (રહે, અંબાસા, ઉદેપુર, 25 વર્ષિય રામેશ્વર ગટુલાલ બોહા (રહે, ભીંડા, ડુંગરપુર), 22 વર્ષિય અજીત રમેશ અસોડા (રહે, બાંડવા, ઉદેપુર) અને 19 વર્ષિય મહેન્દ્ર કનકમલ પાંડોર (રહે, બડલા પાડા, ખેરવા, રાજસ્થાન)ને પકડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...