ચાઇનીઝ દોરી વિરુદ્ધ અભિયાન:પોલીસે 5 જગ્યાએથી 104 રીલ, 350 તુક્કલ જપ્ત કર્યા, 4 સામે ગુનો નોંધાયો

ગાંધીનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ગ્રામ્ય વિસ્તારમાં પોલીસ દ્વારા સતત ચેકિંગ કરતા વેપારીઓમાં ફફડાટ

શહેર અને ગ્રામ્ય વિસ્તારમા ચાઇનીઝ દોરી મોટા પ્રમાણમા મળી રહી છે. ત્યારે પોલીસ દ્વારા ચાઇનીઝ દોરીનો વેપાર કરતા અને રાખનાર લોકો સામે લાલ આંખ કરવામા આવે છે. ત્યારે ચિલોડા અને પેથાપુર પોલીસ દ્વારા અલગ અલગ જગ્યાએથી ચાઇનીઝ દોરીની 104 ફીરકી પકડવામા આવી હતી, જ્યારે 350 ચાઇનીઝ તુક્કલ પકડ્યા હતા. જ્યારે ચાર લોકો સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

મળતી માહિતી મુજબ ચિલોડા પોલીસની ટીમ સાદરા આસપાસના વિસ્તારમા ચાઇનીઝ દોરી પકડવા કામે લાગી હતી. તે સમયે સાદરા ગામમાના નીલેશ જયંતીભાઇ મોદી પાસેથી ચાઇનીઝ દોરીની 21 ફીરકી કિંમત 2100 પકડી હતી. તે ઉપરાંત ગામના જ ભાવેશ રમેશભાઇ મોદી પાસેથી ચાઇનીઝ દોરીની 66 ફીરકી કિંમત 6600 અને 350 ચાઇનીઝ તુક્કલ કિંમત 17500 જપ્ત કરી હતી. જ્યારે પેથાપુર પોલીસની ટીમ દ્વારા મોટી આદરજ ગામના કરણ પરબતજી ઠાકોર પાસેથી 5 ફીરકી કિંમત 1500 અને મુકેશ ચીમનભાઇ પ્રજાપતિ પાસેથી 12 ફીરકી કિંમત 3600 મળી આવતા જપ્ત કરી ચારેય લોકો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

જિલ્લામાં અનેક વેપારીઓ દ્વારા વધુ નફો રળવા માટે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો વેપાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે હાઇકોર્ટના નિર્દેશ બાદ પોલીસ સજાગ બની છે અને પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો વેપાર કરતાં કે વેચાણ કરતાં વેપારીઓ સામે લાલ આંખ કરી દરોડા પાડી ચાઇનીઝ દોરીનો જથ્થો જપ્ત કરી રહી છે.

ધમેડા ગામમાંથી 7 ફીરકી મળી આવી
માણસાના ધમેડા ગામે ભેડવાઈ વાળા વાસમાં રહેતો ભાવેશજી રમેશજી ઠાકોર પોતાના ઘરે પ્રતિબંધિત પ્લાસ્ટિકની દોરીના રીલ લાવી ગેરકાયદેસર રીતે તેનો સંગ્રહ કરી વેચાણ કરે છે.પોલીસે ધમેડા પહોંચી હતી અને યુવકના ઘરે જતા સાથે રાખી ઘરમાં તપાસ કરતા એક પ્લાસ્ટિકની કોથળીમાંથી આવી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના અલગ-અલગ લેબલના 7 રીલ મળી આવતા પોલીસે આ બાબતે પૂછપરછ કરતા તેણે કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો જેથી પોલીસે તમામ મુદ્દા માલ કબજે લઈ યુવકની અટકાયત કરી તેના વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...