નવો પેતરો નાકામ:દહેગામના અમરાજીના મુવાડાના સ્મશાનમાંથી પોલીસે શ્રાવણીયો જુગાર ઝડપ્યો, 10 શખ્સોને ઉઠાવી લીધા

ગાંધીનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જુગારીઓ સ્મશાન સમજી કોઈ આવશે નહીં એમ માનીને જુગાર રમવા બેઠા હતા
  • પોલીસને બાતમી મળતા પહોંચી ગઇ, 28 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો

દહેગામ તાલુકાના અમરાજીના મુવાડા ગામની નદી કિનારે આવેલા સ્મશાન પાસે કોઈ આવશે નહીં એમ માનીને જુગારની બાઝી માંડીને બેઠેલા અમદાવાદનાં દસ જુગારીઓનાં ખેલમાં ગઈકાલે સોમવારે ઢળતી સાંજે ભંગ પાડીને દહેગામ પોલીસે રૂ. 28 હજારથી વધુની રોકડ સહિતનો મુદામાલ જપ્ત કર્યો છે.

પોલીસની બચવા સ્મશાન પાસે જુગાર રમવા બેઠા
શ્રાવણ મહિનો શરૂ થતાંની સાથે જ જુગારીઓ ભરપુર જુગાર રમી લેવાના મુડ આવી જાય છે અને ઠેકઠેકાણે બોર્ડ બેસાડીને જુગાર રમવા બેસી જતાં હોય છે. પોલીસથી બચવા માટે જુગારીઓ નિત નવા પેતરા અજમાવવામાં આવતાં રહેતા હોય છે. ત્યારે પોલીસ પણ આવા જુગારીઓ સુધી વહેલા મોડી પહોંચી જતી હોય છે. ગઈકાલે અમદાવાદના દસ જુગારીઓ પોલીસની નજરથી બચવા સ્મશાન પાસે જુગાર રમવા બેસી ગયા હતા. જોકે, દહેગામ પોલીસને ગંધ આવી જતાં શ્રાવણનાં પહેલા સોમવારે દસ જુગારીને દરોડો પાડીને ઝડપી લેવાયા છે.

પોલીસ ચાલતાં ચાલતાં બાતમી વાળી જગ્યાએ પહોંચી ગઈ
દહેગામ પોલીસ મથકના ફોજદાર જે કે રાઠોડ સહિતના સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. એ દરમિયાન બાતમી મળી હતી કે, અમરાજીના મુવાડા ગામની નદી કિનારે સ્મશાન પાસે કેટલાક ઇસમો ભેગા મળી પોતાના અંગત ફાયદા સારૂં પૈસા પાનાથી હારજીતનો જુગાર રમી રમાડે છે. જેનાં પગલે અલગ અલગ બે ખાનગી વાહનોમા બેસી પોલીસ ભોઇ વડોદરા ગામ નજીક પહોંચી ત્યાંથી ચાલતા ચાલતાં બાતમી વાળી જગ્યાએ પહોંચી ગઈ હતી.

અમદાવાદના દસ જુગારીઓ રંગેહાથ ઝડપાયા
સ્મશાન પાસે ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો કુંડાળુ જુગાર રમી રહ્યા હતા અને પોલીસને જોઈને ગંજીફા પાના ફેંકીને ભાગવા લાગ્યાં હતાં. જોકે, પોલીસે અગાઉથી ચારે દિશા કોર્ડન કરી લીધી હોવાથી જુગારીઓ ભાગવામાં સફળ થયા ન હતા. બાદમાં પોલીસે જુગારીઓની પૂછતાંછ કરતાં તેમણે પોતાના નામ દેવેન્દ્રસિંગ અજમલસિંગ(કુબેરનગર), પ્રમોદ રામકુમાર ગુપ્તા (રહે.ચાંદોડિયા), સુંદરસિંહ ચમ્પાનિસંહ તોમર (રહે.વિધ્યાનગર ભગવતી સ્કુલ પાસે, અમદાવાદ), દિનેશસિંહ સેવસાયસિંગ રાજપુત (રહે. મેઘાણીનગર), અનિલ રામદાસ યાદવ (રહે. વિધ્યાનગર ભાર્ગવનગર), રવિકુમાર લાલિસંહ રાઠોડ (રહે. વિરેન્દ્ર શેઠની ચાલી ભાર્ગવ રોડ અમદાવાદ), સંતોષ ઓમપ્રકાસ સરોજ (રહે. કુબેરનગર), રામનરેશ વિણસિંહ તોમર (રહે. કુબેરનગર), દિપક રૂપનારાયણ શર્મા (રહે. કુબેરનગર) અને દિપક શ્યામસિંગ રાઠોડ (રહે. અમરાઇવાડી) હોવાનું જણાવ્યું હતું. જેમની જુગાર ધારા હેઠળ ધરપકડ કરી પોલીસે જુગાર રમવાનું સાહિત્ય તેમજ રૂ. 28 હજાર વધુની રોકડ જપ્ત કરી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...