કાર્યવાહી:રાજસ્થાનથી આવતી ખાનગી ટ્રાવેલ્સમાં દારૂની ફેરી યથાવત, પોલીસે રૂ.8 હજારનો દારૂ ઝડપ્યો

ગાંધીનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજસ્થાન તરફથી ગુજરાતમા આવતી ખાનગી ટ્રાવેલ્સમાં મુસાફર બનીને દારૂની હેરાફેરી ઓછી થતી નથી. પોલીસ દ્વારા રોજબરોજ વાહન ચેકીંગમા દારૂ પકડવામા આવે છે. ત્યારે તારીખ 23 નેે મંગળવારના રોજ સવારના સમયે ખાનગી ટ્રાવેલ્સમાંથી વિદેશી દારૂના 96 ટેટ્રાપેક પકડવામા આવ્યા હતા. જેને લઇને પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી.

મળતી માહિતી મુજબ ચિલોડા પોલીસ વાહન ચેકીંગ કરી રહી હતી. વાહન ચેકિંગ દરમિયાન હિંમતનગર તરફથી ખાનગી ટ્રાવેલ્સ નંબર આરજે 27 પીસી 6555 આવતા તેને ચંન્દ્રાલા પાસે રોકવામા આવી હતી. ચિલોડા પોલીસની ટીમ દ્વારા મુસાફરોનો સામાન ચેક કરવામા આવી રહ્યો હતો.

ત્યારે 27 વર્ષિય જીતેન્દ્ર દેવીલાલ પાલીવાલ (રહે, ખમનૌર, તા. નાથદ્વારા, રાજસ્થાન) મુસાફર તરીકે બેઠો હતો. જેની પાસેથી વિદેશી દારૂના 96 ટેટ્રાપેક કિંમત 8064 મળી આવ્યા હતા. ત્યારે પોલીસે આરોપી પાસેથી દારૂ સહિત કુલ 13064 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...