દારૂની હેરાફેરી:ગાંધીનગરના છાલા પાસેથી પોલીસે ટ્રકમાં પુઠાની આડમાં સંતાડેલો 8640 નંગ વિદેશી દારૂની બોટલો ઝડપી પાડી

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છાલા પાસે પોલીસે નાકાબંધી કરી વાહન રોકવાનું કહેતા બુટલેગરો ટ્રક અને કાર મુકી ફરાર
  • પોલીસે દારૂની બોટલ, ટ્રક અને કાર મળીને આશરે 45 લાખનો મુદામાલ કબ્જે લઈ વધુ તપાસ હાથ ધરી

ગાંધીનગરનાં ચિલોડા પોલીસ દ્વારા પૂર્વ બાતમીના આધારે છાલા પાસે નાકાબંધી કરવામાં આવતાં ટ્રક - કાર મૂકીને બુટલેગરો ફરાર થઈ ગયા હતા. જ્યારે ટ્રકમાં પુઠાની આડમાં સંતાડેલો 8640 નંગ વિદેશી દારૂની બોટલો, ટ્રક અને કાર મળીને આશરે 45 લાખનો મુદામાલ પોલીસે કબ્જે લઈ વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ ચંદ્રાલા પાસે નાકાબંધી કરીને અવારનવાર વિદેશી દારૂની હેરફેર પકડી પાડતી રહે છે. તેમ છતાં પરપ્રાંતમાંથી વિદેશી દારૂની હેરફેર કરવામાં આવી રહી છે. ગઈકાલે રાત્રે ચિલોડા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન બાતમી મળી હતી કે, એક ટ્રકમાં પુઠાના ખોખાની આડમાં વિદેશી દારૂનો મોટો જથ્થો લઈ જવાઈ રહ્યો છે. એક કાર પણ આ ટ્રકનું પાયલોટિંગ કરી રહી છે. જે બાતમીના પગલે પોલીસે છાલા પાસે વોચ ગોઠવી હતી અને બાતમી મુજબની ટ્રક આવતા તેને ઊભા રહેવા ઈશારો કર્યો હતો. જોકે, પોલીસને જોઈ ટ્રક અને કારમાં સવાર શખ્સો વાહનો ત્યાં મૂકીને નાસી છૂટયા હતા.

બાદમાં પોલીસે ટ્રકમાં તપાસ કરતા પુઠાની આડમાં રાખવામાં આવેલી વિદેશી દારૂની 8640 બોટલ મળી આવી હતી. પોલીસે ટ્રક અને દારૂ તેમજ કાર મળી કુલ 45 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી લીધો હતો. નોંધનીય છે કે, બે દિવસ અગાઉ જ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે સાદરામાં વરલી મટકાંનું જુગાર ધામ પકડી પાડતા સ્થાનિક પોલીસ આળસ ખંખેરીને સતર્ક થઈ છે.

અન્ય સમાચારો પણ છે...