તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મૃતદેહ:મહાત્મા મંદિર પાછળ લીલા હોટલ પાસેની ઝાડીમાંથી બિનવારસી લાશ મળતા પોલીસની દોડધામ

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સેકટર 7 પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી

ગાંધીનગરના સુપ્રસિદ્ધ મહાત્મા મંદિર પાસે નવ નિર્મિત રેલવે સ્ટેશન પર બનેલી લીલા હોટલ નજીકની ઝાડીમાંથી અજાણ્યા પુરુષની બિનવારસી હાલતમાં લાશ મળી આવતા પોલીસ દોડતી થઇ ગઈ હતી. આ અંગે સેકટર 7 પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ગાંધીનગરમાં નવ નિર્મિત પંચ તારક હોટલ લીલાનાં ઉદ્ઘાટનના થોડા દિવસો પછી અહીં થયેલા ગમખ્વાર અકસ્માતમાં એક બાળકનું કરૂણ મોત નીપજ્યું હતું. શ્રમજીવી દંપતિ પોતાના બાળકને સુવડાવી નજીકમાં મજૂરી કામ કરી રહ્યું હતું. ત્યારે ટ્રેકટર ચાલકે પોતાનું ટ્રેકટર ગફલત ભરી રીતે હંકારતા બાળકનાં માથા પરથી ટાયર ફરી વળતા તેનું કરૃણ મોત નીપજ્યું હતું.

હજી આ ઘટનાની શાહી સુકાઈ નથી એવામાં આજે સવારે લીલા હોટલ નજીકની ઝાડીમાંથી અજાણ્યા પુરુષની લાશ મળી આવતા ચકચાર મળી આવી હતી. વાવોલ મુકામે રહેતા નગીન જગદીશભાઈ નાડીયા એ જાણ કરતા સેકટર 7 પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી. લીલા હોટલ નજીકથી લાશ મળી હોવાની વાત વાયુવેગે પ્રસરી જતાં આસપાસના મજૂરો તેમજ વસાહતીઓ પણ દોડી આવ્યા હતા.

આ અંગે સેકટર 7 પોલીસે જણાવ્યું હતું કે, લીલા હોટલ પાસેની ઝાડીમાંથી આશરે 30થી 40 વર્ષીય પુરુષની બિનવારસી હાલતમાં લાશ મળી આવી છે. હાલમાં મરનારની ઓળખ વિધિ થઇ શકી નથી. મૃતકનું મોત કેવી રીતે થયું તે જાણવા માટે પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું છે. હાલમાં અકસ્માતે મોતનો ગુનો નોંધી આસપાસનાં વિસ્તારોમાં પૂછતાંછ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...