તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકારી:ગાંધીનગરમાં કોરોનાના કહેર વચ્ચે રાયપુરમાં ભરાયો ધાર્મિક મેળો, વીડિયો વાઈરલ થતા પોલીસે 46 લોકો સામે ગુનો નોંધ્યો

ગાંધીનગર2 મહિનો પહેલા
રાયપુરમાં લોકોએ કોવિડ ગાઈડલાઈન્સના ધજાગરા ઉડાવ્યા
  • ચાર મે નાં રોજ ગામમાં ધાર્મિક મેળો યોજાયોનો ખુલાસો
  • વીડિયો વાઈરલ થતા પોલીસ દ્વારા કાર્યવાહી કરાઈ

ગાંધીનગરના રાયપુર ગામે આવેલ બળીયાદેવ મંદિર ખાતે અંધશ્રદ્ધા માં રાચતા રાયપુર ગામના ગ્રામજનોએ કોરોના ભગાડવા માટે ધાર્મિક મેળાવડો યોજ્યો હતો. જેનો વિડીયો વાયરલ થતાં જ ગાંધીનગર પોલીસ હરકતમાં આવી ગઈ હતી અને વીડિયોના આધારે 46 લોકોની ઓળખ કરીને તેમના વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.

બે દિવસ પહેલાની ઘટના મામલે ગુનો નોંધાયો
રાજ્યભરમાં કોરોનાની બીજી લહેરમાં ગ્રામ્ય વિસ્તારો પણ આ વખતે ઝપેટમાં આવી ગયા હોવાથી ગ્રામ્ય પ્રજામાં ફફડાટ વ્યાપી ગયો છે. થોડા દિવસો અગાઉ સાણંદ તેમજ અમદાવાદના કોતરપુર વિસ્તારમાં બળીયાદેવ મંદિર પાસે ધાર્મિક વિધિના નામે મોટી સંખ્યામાં એકઠા થયાનો વીડિયો વાઈરલ થયો હતો. ત્યારે ગાંધીનગરના રાયપુર મુકામે પણ કોરોનાની મહામારી ભગાડવાના આશયથી બળીયાદેવને પાણી ચઢાવવાથી કોરોના મુક્ત થઈ જવાની અંધશ્રધ્ધા રાખીને ગ્રામજનોએ ઢોલ નગારા અને ડાકલા સાથે ધાર્મિક મેળાવડો ચોથી મેં નાં રોજ યોજી દીધો હોવા છતાં ગાંધીનગર પોલીસ ઊંઘતી રહી હતી.

ધાર્મિક ઉજવણીના નામે નિયમો નેવે મુકાયા
ધાર્મિક ઉજવણીના નામે નિયમો નેવે મુકાયા

વીડિયો વાઇરલ થતાં પોલીસ હરકતમાં આવી
અન્ય શહેરોની જેમ ગાંધીનગરનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં પોલીસ હરકતમાં આવી ગઈ હતી અને રાયપુર મુકામે છે તપાસ હાથ ધરતા બળીયાદેવ મંદિર ધાર્મિક વિધિના બહાને મેળો યોજાયો હોવાનું જાણવા મળ્યું હતું. જેના પગલે ડભોડા પોલીસે બળીયાદેવ મંદિરના વીડિયોનો અભ્યાસ કરતા મોટી સંખ્યામાં લોકો સરઘસ રૂપે મંદિરે પહોંચીને પાણી ચઢાવવાની વિધિ કરી હોવાનું પણ બહાર આવ્યું હતું. જેના પગલે પોલીસે રાયપુર ગામ ના 46 લોકોની વીડિયોના આધારે ઓળખ વિધિ કરીને તેમના વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હજી પણ પોલીસ દ્વારા વિડિઓ ની ચકાસણી ચાલી રહી છે જેથી આગામી દિવસોમાં વધુ લોકોની સામે ગુનો પણ નોંધવામાં આવશે તેમ નાયબ પોલીસ અધિક્ષક એમ. કે. રાણા એ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...