ગાંધીનગરના ધોળાકુવામાં પ્રતિબંધિત જીવલેણ માંઝાના બે સોદાગરોને ઈન્ફોસિટી પોલીસે પૂર્વ બાતમીના આધારે દરોડો પાડીને ઝડપી લઈ ચાઈનીઝ દોરીની 50 ફિરકીઓ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ઉત્તરાયણ પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે બજારોમાં વિવિધ પતંગ દોરીનું વેચાણ શરૂ થઈ ચૂક્યું છે. બીજી તરફ પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા ઈસમો ઉપર પોલીસ બાઝ નજર રાખી રહી છે.ગુજરાતમાં અત્યારસુધી ચાઈનીઝ દોરીના કારણે 4થી વધુ લોકોના મોત થયા છે અને અનેક ઈજાગ્રસ્ત થયા છે. રાજ્યમાં ચાઈનીઝ દોરીને લઈ પોલીસ હરકતમાં આવી ગઈ છે.
જે અન્વયે આજે ઈન્ફોસિટી પોલીસનાં સર્વેલન્સ સ્કવોર્ડનાં માણસો પેટ્રોલીંગ કરી રહ્યા હતા. ત્યારે બાતમી મળેલ કે ધોળાકુવા મોટો ઠાકોર વાસમાં રહેતો આઝાદ વિષ્ણુ ઠાકોર અને કિશન સેધાજી ઠાકોર ગેરકાયદેસર રીતે ચાઇનીઝ દોરીના જથ્થાનુ વેચાણ કરે છે. જેનાં પગલે સર્વેલન્સ સ્કવોર્ડ ની ટીમે આઝાદના ઘરે દરોડો પાડયો હતો. અને ઘરની પાછળની ઓરડીના ભાગે ખાખી કલરના કાગળના પુઠાના બોક્ષમાં રાખેલ કુલ 30 નંગ ચાઇનીઝ પ્લાસ્ટીકની દોરી(રીલ) મળી આવી હતી. જેનાં પર અંગ્રેજીમાં MONO SKY લખેલ સ્ટીકર મારેલું હતું.
આ ઉપરાંત બીજા એક સફેદ કોથળાની તલાશી લેતાં બીજી 15 પ્લાસ્ટિકની દોરીનો જથ્થો મળી આવ્યો હતો. એજ રીતે કિશન ઠાકોરના ઘરે પણ દરોડો પાડીને પાંચ નંગ ચાઇનીઝ દોરી પોલીસે ઝડપી લઈ કુલ 50 ચાઇનીઝ દોરી જપ્ત કરી બન્નેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.