જુગારીઓ ઝડપાયા:દહેગામની ઝાક જીઆઈડીસીમાં પોલીસનો દરોડો, જુગાર રમતાં આઠ ઈસમો 21 હજારની મત્તા સાથે ઝડપાયા

ગાંધીનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક

દહેગામની ઝાક જીઆઈડીસી વિસ્તારમાં આવેલ આશુતોષ એસ્ટેટમાં ગણેશ ફાઉન્ડ્રી નામની કાસ્ટીંગની ફેકટરીની આગળના ભાગે ખુલ્લી જગ્યામાં જુગારની બાઝી માંડીને બેઠેલા આઠ જુગારીઓને પોલીસે દરોડો પાડીને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે રૂ. 21 હજારનો મુદામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બાતમીના આધારે પોલીસનો દરોડો
ગાંધીનગર પોલીસની ટીમ દહેગામ વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી. એ દરમિયાન બાતમી મળી હતી કે, ઝાક જી.આઇ.ડી.સી વિસ્તારમાં આવેલ આશુતોષ એસ્ટેટમાં ગણેશ ફાઉન્ડ્રી નામની કાસ્ટીંગની ફેકટરીની આગળના ભાગે ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો પાના પત્તાનો હાર જીતનો જુગાર રમી રમાડે છે. જેનાં પગલે પોલીસે ઉક્ત સ્થળે દરોડો પાડયો હતો.
રોકડ રકમ, ચાર મોબાઈલ સહિતની વસ્તુઓ જપ્ત
​​​​​​​
જ્યાં આઠ ઈસમો કુંડાળું વળીને જુગાર રમતાં રંગેહાથ ઝડપાઈ ગયા હતા. જેઓની પૂછતાંછ કરતાં તેમણે પોતાના નામ જયંતીભાઇ કાળીદાસ સોલંકી (રહે. વહેલાલ, વણકરવાસ તા.દસકોઇ), રાકેશકુમાર રાજારામ પ્રજાપતિ (રહે, ચેતનગર ભાર્ગવ રોડ મેમકો), સુનીલકુમાર બિરેન્દ્રસિંહ રાજપુન (રહે. હાલ ઝાંક જીઆઇડીસી), મનતોષકુમાર પ્રભુરામ કેશરી (રહે.ઝાંક જી.આઇ. ડી. સી આશુતોષ એસ્ટેટ), મનોજમાર રાજેશ્વર સાહ (રહે. ઝાંકે જી.આઇ.ડી.સી. ઉમા મેટલ કંપનીની ઓરડી), દેવીસિંહ રામર્સીંગ જાટવ(રહે,બજરંગ આશ્રમ, કૃષ્ણનગર), સાહીલ બેલાજી ઠાકોર (રહે. ઝાંક,રામજી મંદીરની પાછળ) અને અવિનાશ ગણપતભાઇ પંચાલ (રહે.નટરાજ સોસાયટી, સેજપુર) હોવાની કબૂલાત કરી હતી. બાદમાં પોલીસે ઉક્ત ઈસમોની અંગ ઝડતી અને દાવ પરથી રોકડ રકમ, ચાર મોબાઈલ તેમજ જુગારનું સાહિત્ય મળીને કુલ રૂ. 21 હજારનો મુદામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...