આદેશ:ચૂંટણીમાં પોલીસને યુનિફોર્મ પહેરવા આદેશ

ગાંધીનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થઇ ગઇ છે. બે તબક્કામાં મતદાન કરવામાં આવશે. ત્યારે ગાંધીનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાને લઇ ગાંધીનગર રેન્જ આઇજી દ્વારા જિલ્લા પોલીસની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં તમામ થાણા અધિકારીઓને ટકોર કરવામાં આવી હતી કે, તમામ અધિકારી અને કર્મચારીઓએ ચૂંટણી દરમિયાન યુનિફોર્મ પહેરવો. તે ઉપરાંત વિસ્તારમાં કોઇ અનિચ્છનિય બનાવ સામે ન આવે તે માટે ધ્યાન રાખવા બાબતે પણ સૂચના આપવામાં આવી હતી.

ગાંધીનગર જિલ્લામાં ગાંધીનગર ઉત્તર, દક્ષિણ, કલોલ, માણસા અને દહેગામ વિધાનસભા બેઠકની ચૂંટણી યોજાશે. પાંચ બેઠકમાં મોટાભાગનો ગ્રામ્ય વિસ્તાર છે. ત્યારે તમામ વિસ્તારમાં ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખોરવાઇ ન જાય તેને લઇને ગાંધીનગર રેન્જ આઇજી અભય ચૂડાસમા દ્વારા તમામ પોલીસ અધિકારીઓની એક બેઠક બોલાવવામાં આવી હતી.

તમામ અધિકારીઓને પોલીસ મથક વિસ્તારમાં ખડે પગે રહેવા અને ખાસ કરીને યુનિફોર્મ પહેરવા ઉપર ભાર મુકવામાં આવ્યો હતો. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં માથાકૂટમા નહિ ઉતરવા અને શાંતિથી નાગરિકોને સમજાવવા ભાર મૂક્યો હતો.પોલીસ મથક વિસ્તારમાં સંવેદનશીલ વિસ્તારમાં પેટ્રોલિંગ કરવું અને સંવેદનશીલ વિસ્તારમાં પણ ચાંપતી નજર રાખવા આદેશ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...