તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગાંધીનગર જિલ્લા પોલીસે છેલ્લા 7 મહિનામાં એટલે કે, મેથી નવેમ્બર સુધીમાં માસ્ક વગરના 76,064 લોકોને ઝડપીને કુલ 2,15,71,000 દંડ વસૂલ્યો હતો. કોરોનાની શરૂઆતમાં માસ્ક વગરના લોકોને 200 તે પછી 500 અને હાલ 1 હજારનો દંડ કરવામાં આવી રહ્યો છે. ત્યારે જિલ્લા પોલીસે માસ્કની કુલ 76 હજારથી વધુ પાવતીમાં 200ના દંડની 67,185 પાવતી, 500ના દંડની 1490 પાવતી જ્યારે 1 હજારના દંડની 7389 પાવતીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત શુક્રવારે અડાલજ ખાતે ઉવારસદ ચોકડી પાસે આવેલ જય બહુચર નાસ્તા હાઉસ ખાતે કાઉન્ટરમાં માસ્ક વગર વસ્તુઓનું વેચાણ કરતાં શક્તિ રામાજી ઠાકોર તથા ઉવારસદ નાગદેવ ચોકડી પાસે માસ્ક પહેર્યા વગર ફરતાં યુવક જયેશ ગીરીશભાઈ પરમાર સામે ગુનો નોંધ્યો હતો. બીજ તરફ ચિલોડા સર્કલ પાસે પકોડીની લારી પર ટોળુ ભેગું કરીને માસ્ક પહેંર્યા વગર વેપાર કરતાં રમેશજી ગાંડાજી ઠાકોર સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કર્યો હતો.
માસ દીઠ દંડ
મહિનોવ્યક્તિદંડની રકમ | ||
મે | 291 | 291000 |
જૂન | 11456 | 2291200 |
જુલાઈ | 45797 | 9159400 |
ઓગસ્ટ | 12752 | 4061400 |
સપ્ટેમ્બર | 2251 | 2251000 |
ઓક્ટો. | 1065 | 1065000 |
નવેમ્બર | 2452 | 2452000 |
કુલ | 76064 | 21571000 |
પોલીસ સ્ટેશનના ઈનચાર્જો સાથે LCB, SOG, ટ્રાફિક પોલીસ પોઈન્ટો પર ઊભા રહી દંડનીય કાર્યવાહી કરશે
કોરોના અન્વયે જિલ્લામાં પોલીસ દ્વારા માસ્ક પાવતી અને સઘન વાહન ચેકિંગ હાથ ધરાયું છે. 8 ડિસેમ્બર સુધી ચાલનારી આ ડ્રાઈવમાં જિલ્લાના દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહત્વના નાકા પોઈન્ટ પર વાહન ચેકિંગ હાથ ધરાશે. જેમાં પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ જાતે તથા સ્ટાફના અન્ય અધિકારીઓને સુચના આપીને અસરકારક વાહન ચેકિંગ કરાવશે. જેમાં માસ્ક ન પહેરનારા વાહન ચાલકો સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરાશે. પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જો સાથે એલસીબી, એસઓજી, ટ્રાફિક પોલીસ દ્વારા પણ જિલ્લામાં પ્રવેશવાના મહત્વના પોઈન્ટો પર વાહન ચેકિંગ કરાશે. સરકારી ગાઈડલાઈનનું પાલન નહીં કરતાં લોકો સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાશે. આ સાથે વાહન ચેકિંગ દરમિયાન મોટર વ્હીકલ એક્ટ મુજબ પણ કાર્યવાહી કરવામાં આવશે. કોરોનાની ગંભીરતા અને તેને રોકવા માટે માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ, સેનિટાઈઝેશનની મહત્તા સમજવા તૈયાર નથી. વાહનોમાં તથા અનેક સ્થળે લોકો હજુ પણ માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સ વગર ફરતાં જોવા મળે છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.