તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોલીસના જુગારધામ પર દરોડા:સુઘડ અને આદરજ મોટીમાંથી પોલીસે 9 જુગારીને ઝડપ્યા

ગાંધીનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક

જુગારીયાઓને જગ્યા નહિ મળતા હવે તો ઘરમાં જ જુગાર રમવાનો શરૂ કરી દીધો છે. ખેલીઓની મૌસમ ચાલી રહી છે તેવા સમયે એલસીબીએ સુઘડ ગામમાંથી 5 અને આદરજ મોટી ગામમાંથી 4 જુગારીઓને પોલીસે ઝડપી લીધા હતા. તમામ આરોપીઓ પાસેથી પોલીસે 34 હજાર જેટલી રોકડ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી.

અડાલજ પોલીસ પેટ્રોલીંગ કરી રહી હતી. દરમિયાન બાતમી મળી હતી કે, સુગડ ગામમા એક ઘરની ઓસરીમાં કેટલાક જુગારીઓ ખુલ્લેઆમ જુગાર રમી રહ્યા છે. ત્યારે પોલીસે રેઇડ કરતા હસમુખ શકરાજી ચાવડા (રહે, ચકલીવાળોવાસ, સુઘડ), જયદીપ સુરેશ પટેલ (રહે, પટેલવાસ, સુઘડ), રમેશ વિહાજી ઠાકોર (રહે, નવોવાસ, સુઘડ), કલ્પેશ ભીખાજી ઠાકોર (રહે, ચકલીવાળોવાસ, સુઘડ) અને ગણપત કાંતિજી ઠાકોર (રહે, દરબારવાસ, સુઘડ)ને દાવમા લગાવેલી રોકડ સહિત 11800નો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી.

બીજી તરફ એલસીબીની ટીમ પેટ્રોલીંગ કરી રહી હતી. દરમિયાન બાતમી મળી હતી કે, આદરજ મોટી ગામમા આવેલા ચામુંડાપુરામા આવેલા જોગણીમાતાજીના મંદિર પાસે કેટલાક જુગારીયાઓ જુગારની બાજી લગાવીને બેઠા છે. ત્યારે પોલીસ પહોંચતા જુગારીયાઓમાં દોડધામ મચી જવા પામી હતી. તે સમયે પોલીસે તમામ ખેલીને ઝડપી લીધા હતા. જેમા ચંદુ ધના ઠાકોર, ભીખા વિહા ઠાકોર, ઇશ્વર ભીખા ઠાકોર અને વિષ્ણુ કાંના ઠાકોર (તમામ રહે, આદરજ મોટી ગામ, ગાંધીનગર)ને ઝડપી લીધા હતા. ત્યારે આરોપીઓ પાસેથી દાવમા લગાવેલી રકમ સહિત 22500નો મુદ્દામાલ જપ્ત કરી જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...