ગાંધીનગરના ફિરોજપુર ગામની સીમમાં બેટરીના અજવાળે જુગારની બાઝી માંડીને બેઠેલા આઠ જુગારીઓને ડભોડા પોલીસે પૂર્વ બાતમીના આધારે દરોડો પાડીને ઝડપી લીધા હતા. પોલીસે 28 હજારની રોકડ તેમજ જુગારનું સાહિત્ય જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસને બાતમી મળી હતી
ગાંધીનગરના ડભોડા પોલીસ મથકના સબ ઈન્સ્પેક્ટર એમ એસ રાણાની ટીમ નાઈટ પેટ્રોલીંગ કરી હતી. એ દરમ્યાન ફરતા ફરતા ફીરોજપુર ગામની ભાગોળે પહોંચતા ખાનગી રાહે બાતમી મળેલ કે, ફીરોજપુર ગામની સીમમાં ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો ભેગા થઈ બેટરી (લાઈટ)ના અજવાળે અંગત કાયદા માટે પૈસા પાનાથી હારજીતનો જુગાર રમી રહ્યા છે. જેનાં પગલે પોલીસે ખાનગી વાહનો લઈને બાતમી વાળી જગ્યાએ દરોડો પાડવામાં આવ્યો હતો. અચાનક પોલીસ ત્રાટકતા જ જુગારીઓ પાના પત્તા નાખીને ભાગવાની કોશિશ કરી રહ્યા હતા. જો કે તૈયારી સાથે ગયેલ પોલીસે ચારે દિશા કોર્ડન કરીને જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યાં હતા.
સાહિત્ય જપ્ત કરીને તમામની ધરપકડ
જેમની પૂછતાંછમાં તેમણે પોતાના નામ રાકેશભાઇ બાબુજી જાદવ, પ્રહલાદજી બાબુજી જાદવ, ખોડાજી મોહનજી જાદવ, વીનુજી ભેમાજી ઠાકોર, રણજીત ભલાજી ઠાકોર, ફુલાજી દશરથજી ચૌહાણ, સુકાજી મફાજી જાદવ તેમજ કલ્પેશ ભુપતજી રાઠોડ હોવાનું જણાવ્યું હતું. બાદમાં પોલીસે દાવ પરથી તેમજ જુગારીઓની અંગ ઝડતી લઈને કુલ રૂ. 27,830 રોકડા તેમજ જુગારનું સાહિત્ય જપ્ત કરીને તમામની ધરપકડ કરી લેવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.