કાર્યવાહી:ગાંધીનગરના મોટી આદરજમાં અંધારિયા પરામાં જુગારની બાઝી માંડીને બેઠેલા છ જુગારીઓને પોલીસે ઝડપી લીધા

ગાંધીનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે કુલ રૂ. 11 હજારનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

ગાંધીનગરના મોટી આદરજમાં અંધારિયા પરા પાસે ખુલ્લી જગ્યામાં જુગારની બાઝી માંડીને બેઠેલા ગામના જ છ જુગારીઓને પૂર્વ બાતમીના આધારે પેથાપુર પોલીસે ઝડપી લઈ રોકડ રકમ મળી કુલ રૂ. 11 હજારનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ગાંધીનગરમાં કે શ્રાવણયા જુગારની ખીલેલી મૌસમ વચ્ચે મોટી આદરજમાં જુગાર રમતા છ જુગારીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. પેથાપુર પીએસઆઇ રવિરાજસિંહ પરમાર સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગ માં નીકળ્યા હતા.

પેટ્રોલીંગ દરમિયાન બાતમી મળી હતી કે, મોટી આદરજ ગામની સીમમાં કેટલાક ઈસમો જુગારની બાઝી માંડીને બેઠા છે. જેનાં પગલે પોલીસ કાફલો બાતમી વાળી જગ્યા પર ત્રાટકી હતી. અચાનક પોલીસ ની રેડ પડતાં જુગારીઓ ગભરાઈ ગયા હતા અને ભાગવાની કોશિષ કરતા હતા. પરંતુ પોલીસે તેઓને ચારે તરફથી કોર્ડન કરીને જે તે સ્થિતિમાં જ બેસી રહેવાની કડક સૂચનાઓ આપવામાં આવી હતી.

બાદમાં પોલીસે અંધારિયા પરાની ખુલ્લી જગ્યામાં જુગાર રમતા ગામના જ નટવર જયંતીજી ઠાકોર, પ્રવિણ કલાજી ઠાકોર, દશરથ ઝીણાજી ઠાકોર, કલ્પેશ ગાંડાજી ઠાકોર, સુરેશ આતાજી ઠાકોર અને રવા ગફૂરજી ઠાકોરને ઝડપી લઈ અંગ ઝડતી કરતા રૂ. 10 હજાર રોકડ તેમજ દાવ પરથી પણ રોકડ રકમ તેમજ જુગારનું સાહિત્ય મળી કુલ. રૂ.11 હજારની મત્તા સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...