ખેલીઓ ઝડપાયા:કલોલના પ્રતાપપુરા ગામની સીમમાં મકાનમાં જુગાર રમતા 7 શખ્સોને પોલીસે રંગેહાથ ઝડપ્યા

ગાંધીનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે 1.38 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી

ગાંધીનગર જિલ્લાના કલોલ પ્રતાપપુરા ગામની સીમમાં આવેલા રહેણાંક મકાનમાં પૂર્વ બાતમીના આધારે લોકલ ક્રાઇમ બ્રાંચે દરોડો પાડીને જુગારની બાઝીને બેઠેલા 7 જુગારીઓને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. જેમની પાસેથી રોકડ રકમ, પાંચ મોબાઇલ તેમજ જુગારનું સાહિત્ય જપ્ત કરી રૂ. 1 લાખ 38 હજાર 450 નો મુદ્દામાલ કબ્જે લઈ કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ગાંધીનગરના કલોલ વિસ્તારમાં પેટ્રોલિંગ કરતી લોકલ ક્રાઇમ બ્રાંચ પીઆઈ એચ પી ઝાલાની ટીમે પૂર્વ બાતમીના આધારે પ્રતાપપુરા ગામની સીમમાં ભલાભાઈ પેથાભાઈ પ્રજાપતિનાં ખેતરમાં આવેલ રહેણાંક મકાનમાં દરોડો પાડયો હતો. એલસીબીના કાફલાને જોતાં જ ગોળ કુંડાળું વળીને જુગાર રમતાં જુગારીઓએ ગંજી પાના ફેંકી દીધા હતા.

બાદમાં એલસીબીએ તમામને જે તે સ્થિતિમાં બેસી રહેવાની કડકાઈથી સૂચના આપી પૂછતાંછ હાથ શરૂ કરી હતી. જેનાં પગલે જુગાર રમતાં ઈસમોએ પોતાના નામ ભલા પેથાભાઈ પ્રજાપતિ(રહે. શ્રીનાથ સોસાયટી, બોરીસણા) સુરેશ બેચરદાસ પટેલ (રહે. માનવ મંદિર પ્લોટ વિસ્તાર, બોરીસણા), રમેશ બાબુભાઈ પ્રજાપતિ (રહે. ઈફ્કોનગર, પંચવટી એરિયા, કલોલ), અરજણ બાબુભાઈ પ્રજાપતિ (રહે. સાઈકૃપા સોસાયટી, બોરીસણા), સુરેશ માવજીભાઈ પ્રજાપતિ (શ્રીનાથ સોસાયટી, બોરીસણા) અને પરબત વેલજીભાઈ પ્રજાપતિ (શ્રીનાથ સોસાયટી, બોરીસણા) હોવાનું જણાવ્યું હતું.

એલસીબીની ટીમ દ્વારા સાતેય જુગારીઓની અંગ ઝડતી લેતા તેઓની પાસેથી 1 લાખ 1 હજારની રોકડ તેમજ દાવ પરથી 11 હજાર 950 ઉપરાંત 25 હજાર 500 ની કિંમતના 5 મોબાઇલ ફોન, જુગાર નું સાહિત્ય મળીને કુલ. 1 લાખ 38 હજાર 450 નો મુદ્દામાલ મળી આવ્યો હતો. આ પકડાયેલ જુગારીઓ કોન્ટ્રાકટર જુગારીઓ હોવાનું પણ વધુ તપાસમાં બહાર આવ્યું હતું. આ અંગે એલસીબીની ટીમે તમામની ધરપકડ કરીને કલોલ તાલુકા પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...