ચકચાર:અડાલજ ડબલ મર્ડર કેસના સપ્તાહ બાદ પોલીસ દિશા વિહિન

ગાંધીનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સીસીટીવી જોઇને અનેક ગુના ઉકેલતી જિલ્લાની પોલીસ હજુ આ કેસમાં કોઈ કડી મેળવી શકી નથી

અડાલજ પાસેથી સળગાવી દેવામા આવેલી હાલતમા મળી આવેલા યુવક અને યુવતીના ડબલ મર્ડર કેસમા જિલ્લા પોલીસના પગે પાણી આવી રહ્યુ છે. 10 ટીમો બનાવી હોવા છતા જિલ્લા પોલીસ દિશા વિહીન જોવા મળી રહી છે. જિલ્લામા અડાલજ ગામમાંથી પસારથતી નર્મદા કેનાલ પાસેના જોગણી માતાજી મંદિરથી ઝુંડાલ તરફ જતા રસ્તા ઉપર એક યુવક અને યુવતીની હત્યા કરાયેલી હાલતમા મૃતદેહ મળી આવ્યા હતા. આશરે 25થી 40 વર્ષ સુધીના કપલની માથાના ભાગે હથિયારના ઘા મારીને હત્યા કરવામા આવી હોવાની શંકા વ્યક્ત કરવામા આવી છે.

ત્યારબાદ બંને મૃતદેહને સળગાવી દેવામા આવ્યા હતા. જેમા યુવતીનુ માથુ અડધુ બળેલુ હોવાનુ સુત્રો પાસેથી માહિતી મળી હતી. આસપાસમા ફરતા કુતરા દ્વારા યુવતીના અડધા બળેલી બોડીને ફાળી નાખવામા આવી હતી. જેને લઇને બંને મૃતદેહને સળગાવી દીધા પછી અનેક દિવસ પછી પાટનગરની બાહોશ પોલીસને માહિતી મળી હતી.

પરંતુ માહિતી મળ્યા પછી પણ પોલીસ અંધારામા તીર મારીને ફીફા ખાડી રહી છે. પાટનગરમા લગાવેલા સીસીટીવીના આધારે અનેક ગુના ઉકેલવામા આવ્યા છે. પરંતુ જ્યાં સીસીટીવી નથી લગાવેલા તેવી જગ્યાએ બનેલો ગુનો ઉકેલવામા પોલીસને તળિયે પાણી આવતા જોવા મળી રહ્યા છે.ગાંધીનગર પોલીસ દ્વારા સીસીટીવી જોઇને અનેક ગુના ઉકેલીને શાબાશી મેળવી છે. પરંતુ ખરી પરીક્ષા હવે થઇ રહી છે. એકાદ સપ્તાહ પહેલાં અડાલજ પાસેથી સળગાવી દીધેલી હાલતમાં યુવક અને યુવતીના કંકાલ મળી આવ્યા હતા ત્યારે આ બંનેે મૃતકો અંગે હજુ સુધી કોઈ ચોકકસ કડી મળી નથી ત્યારે આ મામલે હાલ ચકચાર મચી છે.

અન્ય સમાચારો પણ છે...