તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:પુત્રને લાફો મારનાર યુવાને મહિલાની સાડી ખેંચીને બ્લાઉઝ ફાડી ઢોર માર મારતા પોલીસ ફરિયાદ

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કલોલના મોખાસણ ગામના ઈસમે પુત્રને લાફો માર્યા બાદ ઠપકો આપવા ગયેલી માતાને મારી

કલોલના મોખાસણ ગામના ઈસમે પુત્રને લાફો માર્યા બાદ ઠપકો આપવા ગયેલી તેની માતાને પણ બિભત્સ ગાળો બોલીને સાડી ખેંચી હતી. તથા બ્લાઉઝ ફાડીને છાતીના ભાગે હાથ નાખતા કલોલ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

દવાખાના પાસે રહેતા જયેશ પ્રહલાદભાઈ રાવળે લાફો માર્યો

કલોલના મોખાસણમાં રહેતી 30 વર્ષીય મહિલાનો પતિ કડિયા કામ કરે છે. જેને બે સંતાનોમાં એક પુત્ર( ઉ. 12) અને એક પુત્રી (ઉ. 7) છે. ગઈકાલે સાંજના સાતેક વાગ્યાના અરસામાં તેણીનો પતિ કામ અર્થેથી થાકીને ઘરે આવ્યો હતો. તે વખતે 12 વર્ષીય પુત્ર રડતો રડતો ઘરે આવતા દંપતીએ જરૂરી પૂછપરછ કરી હતી. ત્યારે પુત્રએ જણાવ્યું હતું કે મોખાસણ સરકારી દવાખાના પાસે રહેતા જયેશ પ્રહલાદભાઈ રાવળે તેને લાફો માર્યો છે. આથી પતિના કહેવાથી મહિલા તેના પુત્રને લઈ જયેશના ઘરે લાફો મારવાનું કારણ પૂછવા માટે ગઈ હતી. તે વખતે જયેશ ઘરે હાજર ન હોઈ માં દીકરો પોતાના ઘર તરફ જવા માટે નિકળ્યા હતા. એ વખતે આગળ જતાં રસ્તામાં જયેશ મળી ગયો હતો.

જયેશ રાવળ એકદમ ઉશ્કેરાઈ જઈ મહિલાને બિભત્સ ગાળો બોલવા લાગ્યો

જેથી કરીને મહિલા પોતાના પુત્રને લાફો મારવાનું કારણ પૂછતાં જયેશ કહેવા લાગ્યો હતો કે તારે શું કરવું છે. જેનાં પગલે મહિલા કાંઈ કરવું નથી તેમ કહી પુત્રને કેમ માર્યો તે અંગે ફરીવાર પૃચ્છા કરી હતી. જેનાં પગલે જયેશ રાવળ એકદમ ઉશ્કેરાઈ જઈ મહિલાને બિભત્સ ગાળો બોલવા લાગ્યો હતો. જેને ગાળો બોલવાની ના પાડતાં તે વધુ ઉશ્કેરાઈ ને મહિલાની એકદમ નજીક આવી ગયો હતો.

બ્લાઉઝ પણ ફાડી નાખી છાતીના ભાગે હાથ નાખ્યો

જેનાં કારણે મહિલા એકદમ ડરી ગઈ હતી. પરંતુ ત્યાં સુધીમાં જયેશે મહિલાની સાડી ખેંચી નાખી હતી. અને માર મારવા લાગ્યો હતો. જાહેરમાં મહિલાની સાડી ખેંચીને નહીં અટકેલા જયેશે મહિલાનો બ્લાઉઝ પણ ફાડી નાખી છાતીના ભાગે હાથ નાખ્યો હતો. તે વખતે મહિલાનો દિયર આવી જતાં જયેશ ત્યાંથી ભાગી ગયો હતો. આ શરમજનક ઘટનાના પગલે મહિલાએ ફરિયાદ આપતાં કલોલ તાલુકા પોલીસે જયેશ રાવળ વિરુદ્ધ આઇપીસી કલમ 323,504 અને 354 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...