ગાંધીનગર શહેર અને તાલુકામાં ચોરી અને ચીલઝડપના કેસમા વધારો જોવા મળી રહ્યો છે. ઓગસ્ટ મહિનાના શરૂઆતથી 10મી સુધી તાલુકા અને શહેરમા 13 ચોરીના બનાવ સામે આવ્યા છે. જેમા ત્રણ ચોરીની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઇ નથી. જ્યારે 10 ચોરીની ફરિયાદ પોલીસ મથકમા નોંધાવા પામી છે.
સામાન્ય રીતે પોલીસને દારૂ પકડવામા વધારે રસ હોય છે. મોટાભાગનો સમય સરકારના ચોપડે દેશીદારૂના કેસ બતાવવામા વેડફી નાખી રહ્યા છે. જેમા 20 જેટલા દેશીદારૂના કેસ પણ કરવામા આવ્યા છે. પરંતુ ચોરીના ગુના ઉકેલવામા સ્થાનિક પોલીસનુ પાણી મપાઇ ગયુ છે. જ્યારે અડાલજ પોલીસ મથક દ્વારા એક ડિટેક્સશન કરાયું છે. ડિટેક્સશનના આંકડા બતાવી રહ્યા છેકે, પોલીસ વામણી પુરવાર થઇ રહી છે.
લીંબડીયામા આવેલા હિરો મોટરસાઇકલના ગોડાઉનમાં રાખવામા આવેલા 550 બાઇકમાંથી એકની ચોરી થવા પામી છે. મનોજ ખમારે ફરિયાદ લખાવી હતી કે, ગોડાઉન ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવે છે. ત્યારે આગળના દિવસે ગોડાઉન બંધ કરીને ઘરે ગયા હતા. જ્યારે બીજા દિવસે આવીને જોયુ તો પતરાના શેડનુ એક પતરુ ઉંચુ હતુ. જ્યારે એક બારીમા નટ બોલ્ટ ખોલીને દરવાજાનુ તાળુ તોડી 550માથી એક હિરો કંપનીના બાઇક કિંમત 48 હજારની ચોરી થઇ હોવાનુ સ્ટોક તપાસ્યા બાદ માલુમ પડતા ફરિયાદ કરી હતી.
ઓગસ્ટના 10 દિવસમાં થયેલી ચોરીના બનાવો
3જીના રોજ સેક્ટર 7 પોલીસ મથકની હદમાં ખોરજના સચિન દંતાણી ગાંધીનગર સરખેજ બસમાં બેસવા જતાં ખિસ્સામાંથી 15500ની ચોરી થઇ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.