તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેલ્જિયમ મેલોનાઇસ ડોગની ભરતી:પોલીસ ડોગ માત્ર પગેરું નહીં શોધે, ગુનેગારોને પકડશે

ગાંધીનગરએક મહિનો પહેલાલેખક: દિલીપ પ્રજાપતિ
  • કૉપી લિંક
રાજ્યના પોલીસ વિભાગમાં સૌપ્રથમ વખત બેલ્જિયમ મેલોનાઈસ ડોગની ભરતી કરાઈ. - Divya Bhaskar
રાજ્યના પોલીસ વિભાગમાં સૌપ્રથમ વખત બેલ્જિયમ મેલોનાઈસ ડોગની ભરતી કરાઈ.
  • રાજ્યમાં પહેલીવાર ગાંધીનગર પોલીસમાં બેલ્જિયમ મેલોનાઇસ ડોગની ભરતી કરાઇ

રાજ્યમા ગુનેગારોની હવે ખેર નથી. પોલીસ વિભાગમાં ચોરી અને બોમ્બની તપાસ કરવામા આવતી હતી. પહેલીવાર ગુનેગાર ઉપર હુમલો કરી શકે તેવો તાલીમ બદ્ધ ડોગની ભરતી કરાઇ છે. દિલ્લીથી ડોગને લાવવામા આવ્યો હતો. જેને અમદાવાદમાં તાલીમ આપવામા આવી રહી છે. હાલમા ગાંધીનગર ડોગ કેનાલમા 9 ડોગ રાખવામા આવ્યા છે. જે આકસ્મિક સમયમા ગુનેગારો સુધી પહોંચાડવામા પોલીસને મદદ કરે છે.

ગાંધીનગર એસપી કચેરી કેમ્પસમા ખખડધજ મકાનોમા રાખવામા આવતા ડોગ માટે નવુ મકાન બનાવાયુ છે. ત્યારે પીઆઇ ડી.જી.ટુંડીયાએ કહ્યુ હતુ કે, રાજ્યભરની પોલીસને મદદરૂપ થતા ડોગને અત્યાધુનિક સુવિધા અપાય છે. હાલમા ડોગ કેનાલમા 9 મોટા અને એક નાના બચ્ચાને રાખવામા આવે છે. તમામ ડોગ માટે 9 કર્મચારીઓ ખડેપગે કામગીરી કરે છે. સિઝન પ્રમાણે ખોરાક અને કપડાની સુવિધા આપવામા આવે છે.

રાજ્યમા પહેલીવાર ગુનેગારને એટેક કરી ઝડપી પાડવા માટે નવા ડોગની ભરતી કરાઇ છે. ત્યારે એટેકિંગ ડોગનુ નામ ઝારા રાખવામા આવ્યુ છે. સામાન્ય રીતે તમામ ડોગના નામ ડીજી ઓફિસથી આપવામા આવતા હોય છે અને તે પ્રમાણે તે ડોગને નામ આપી સંબોધવામા આવે છે. આમ હવે આરોપીને ઝડપી લેવામાં પોલીસને સરળતા રહેશે. આ તમામને ડોગને દરરોજ 400 ગ્રામ મટન આપવામાં આવે છે. આ ઉપરાંત દરેક ડોગ બ્રીડને અલગ-અલગ તાલીમ આપવામાં આવે છે. તેમજ દરેક ગુના માટે અલગ તાલીમ આપવામાં આવે છે.

ડોગ દરરોજ 400 ગ્રામ બાફેલા મટનની મિજબાની કરેે તેમજ સવારે દૂધ પીએ
એસપી કચેરી કેમ્પસમાં બનાવાયેલી ડોગ કેનાલમા હાલમાં 9 ડોગ રાખવામા આવ્યા છે. અગાઉ પોલીસ ડોગને નોનવેઝ બંધ કરવામા આવ્યુ હતુ. પરંતુ બીજીવાર ગાંધીનગરમાંથી રાજ્યમાં પહેલીવાર ડોગને રોજ એક ટાઇમ 400 ગ્રામ બાફેલુ મટન આપવામા આવે છે. જ્યારે સવારે દૂધ પીવડાવી તંદુરસ્ત રાખવામા આવે છે.

અલગ ગુનામાં તાલીમનો સમય જુદો હોય છે
તસ્કરો સુધી પહોંચાડવામા મદદરૂપ થતા ડોગને અલગ અલગ કામ સોપાય છે. જેમાં ચોરી માટેની કામગીરીમા ડોગને 12 મહિના, બોમ્બ પકડવાની કામગીરીમા 6 મહિના અને એટેકીંગ માટે 6 મહિના તાલીમ અપાઈ છે.

હાલમાં 5 પ્રકારની બ્રીડના ડોગ પોલીસમાં
રાજ્યનુ પાટનગર અને નેતાઓ વસવાટ કરતા હોવાના કારણે અલગ અલગ 5 પ્રકારની બ્રીડના ડોગ રાખવામા આવી રહ્યા છે. જેમા ડોબરમેન 1, અલ્સેસિયન 1, બેલ્જીયન મેલોનાઇસ 2 અને લેબ્રાડોર 5 રાખાયા છે.

અલગ ડોગ બ્રીડને અલગ તાલીમ અપાય
ગુજરાત પોલીસમા અલગ અલગ ડોગની બ્રીડને તાલીમ પણ જુદી જુદી અપાય છે. ત્યારે ગાંધીનગરમાં હાલમાં 9 ડોગ છે,જેમા ડોબરમેનને ચોરીની તાલીમ, અલ્સેસિયનને સ્લીપર, લેબ્રાડોરને સ્લીપર અને બેલ્જીયન મેલોનાઇસના બે ડોગ છે, જેમા એકને ચોરી (ટ્રેકર) અને બીજાને અસાલ્ટ (એટેકીંગ)ની તાલીમ અપાઇ રહી છે.

મૃતક લોટસ નામના ડોગની મદદથી ચોરી, ખૂનનો કેસ ઉકેલ્યો હતો
પોલીસમા ભરતી કરાયેલા ડોગની કામગીરી પણ અત્યંત મહત્વની હોય છે. ત્યારે વર્ષ 2013મા મૃત્યુ પામેલા લોટસ નામના ડોગની મદદથી સે-21મા ચોરી અને ખૂન કેસનો ગુનો ઉકેલવામા સફળતા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...