આદેશ:દહેગામમાં ખેલાયેલા ખૂની ખેલ પ્રકરણમાં કોમી એખલાસ માટે ખાસ તકેદારી રાખવા પોલીસ વડાનો આદેશ

ગાંધીનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુસ્લિમ રીક્ષા ચાલકે હિન્દુ યુવકને રહેંસી નાખતાં દહેગામમાં તંગ દિલીનો માહોલ
  • અડધો કલાક એમ્બ્યુલન્સની રાહ જોયા વિના પોલીસ લોહીથી લથબથ યુવાનને રિક્ષામાં સારવાર માટે લઈ ગઈ

ગાંધીનગરમાં આજે નવ નિયુકત મુખ્ય મંત્રી નાં પદ ગ્રહણ સમારોહ દરમિયાન દહેગામમાં મુસ્લિમ યુવકે હિન્દુ યુવકને ધારીયાનાં ઘા ઝીંકી રહેંસી નાખતા તેના પડઘા ગાંધીનગર સુધી પડ્યા છે. ત્યારે દહેગામ સહિત સમગ્ર જિલ્લામાં આ ઘટના નાં ઘેરા પ્રત્યાઘાતો ન પડે અને કોમી એખલાસ જળવાઈ રહે તાત્કાલિક જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ તમામ પોલીસને ખાસ તકેદારી રાખવાના આદેશો જાહેર કરી દેવાયા છે.

ગાંધીનગરનાં દહેગામ એસ.ટી ડેપો પાસે આજે નજીવી બાબતે અલ્તાફ અયુબભાઈ અબદાલ નામના ઈસમે નજીવી બાબતે દહેગામના ગોકુળ ધામ એપાર્ટમેન્ટ માં રહેતા રીક્ષા ચાલક જગદીશ વાલજીભાઈ પટેલને ભર બજારમાં દોડાવી ધારીયાનાં ઉપરા છાપરી ઘા ઝીંકી ખૂની ખેલ ખેલવામાં આવ્યો છે.

આ હુમલામાં ઈજાગ્રસ્ત જગદીશની અમદાવાદ સિવિલમાં અત્યંત નાજુક હાલતમાં સારવાર ચાલી રહી છે. પરંતુ જે પ્રકારે ધારીયાનાં ઘા ઝીંકી ગળા, છાતી તેમજ હાથનું કાંડું અને આંગળીઓ પણ કાપી નાખવામાં આવી છે તે જોતાં જગદીશ જીવન મરણના ઝોલા ખાઈ રહ્યો છે. ત્યારે દહેગામ પોલીસ પણ સિવિલ પહોંચી જઈને જગદીશ ની ડાઇન ડેક્લેરેશન લેવાની પ્રક્રિયામાં લાગેલી છે.

ત્યારે સવારે જે રીતે જગદીશને ઉપરા છાપરી ધારીયાનાં ઘા ઝીંકી રહેસી નાખવામાં આવતા બજાર વિસ્તારમાં નાસભાગ મચી જવા પામી હતી. તે વખતે ખૂની ખેલ ખેલાતા રીતસરનાં લોકો ફફડી ઉઠયા હતા. એ વખતે 108 એમ્બ્યુલન્સમાં ફોન કરવામાં આવતા યુવકની પ્રાથમિક સારવારમાં અડધો કલાક જેવો સમય વીતી જાય તેમ હતો. જેથી સ્થળ પર પહોંચેલા દહેગામ પોલીસ મથકનાં સ્ટાફે તાત્કાલિક લોહી થી લથબથ જગદીશને રિક્ષામાં નાંખીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

જ્યાં ફરજ પરના તબીબે જગદીશ ની પાટા પિંડી કરીને લોહી વહેતું બંધ કરી પ્રાથમીક સારવાર આપી અમદાવાદ સિવિલ મોકલી આપ્યો હતો. જો કે આ ઘટનાનાં પગલે દહેગામમાં તંગદિલી ભર્યું વાતાવરણ ઊભું થઈ જવા પામ્યું છે. જેનાં પગલે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા દહેગામ વિસ્તારમાં કોમી એખલાસ જળવાઈ રહે અને કોઈ પ્રકારે કોઈ જાતનું છમકલું પણ ન થાય તે માટે ખાસ તકેદારી રાખવા પોલીસ ને આદેશો આપી દેવાયા છે. ઉપરાંત જિલ્લા પોલીસને પણ એલર્ટ રહી જિલ્લામાં કોઈ અનિચ્છનીય બનાવના બને તે માટે એલર્ટ રહેવાની સુચનાઓ પણ વહેતી કરી દેવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...