સઘન ચેકિંગ:આગામી 15 ઓગસ્ટે ગાંધીનગર જિલ્લામાં અનિચ્છનીય બનાવ રોકવા પોલીસનું ચેકિંગ

ગાંધીનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આગામી 15 મી ઓગસ્ટને લઇ પોલીસ દ્વારા ગાંધીનગર શહેરના પ્રવેશદ્વારો ઉપર સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. - Divya Bhaskar
આગામી 15 મી ઓગસ્ટને લઇ પોલીસ દ્વારા ગાંધીનગર શહેરના પ્રવેશદ્વારો ઉપર સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
  • શહેરના પ્રવેશદ્વાર પર પોલીસે ટીમ લગાવી શંકાસ્પદ વાહનોની તપાસ શરૂ કરી
  • બુટલેગરો ઉપર પોલીસની ખાસ વોચ : દિવસે અને રાત્રિના સમયે વાહનોની કડક તપાસ

15 ઓગસ્ટે ભારત અંગ્રેજોની ગુલામીમાથી આઝાદ થયો હતો. ત્યારબાદ દેશમા આ દિવસની ઉજવણી કરવામા આવી રહી છે. સ્વતંત્રતા દિવસે દેશની અખંડિતતાને તોડવા અસામાજિક તત્વો ક્યાંક ક્યાંક છમકલા કરતા હોય છે. ત્યારે જિલ્લામાં પોલીસ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરાઈ રહ્યુ છે. અનિચ્છનિય બનાવ રોકવા શહેરના પ્રવેશદ્વાર ઉપર પોલીસે વાહનોનુ ચેકીંગ હાથ ધર્યુ છે.

15 ઓગસ્ટના રોજ સમગ્ર રાજ્યમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાશે. ત્યારે પોલીસ દ્વારા અત્યારથી જ સુરક્ષાની કામગીરી શરૂ કરી દેવામા આવી છે. શહેરના માર્ગો ઉપરથી પસાર થતા શંકાસ્પદ વાહનોનુ સઘન ચેકીંગ હાથ ધરાયુ છે. ખાસ કરીને અન્ય રાજ્યમાંથી આવતા વાહન ચાલકોને રોકીને તેની તમામ વિગતો જોવામા આવી રહી છે. 15 ઓગસ્ટને લઇને ખાસ ડ્રાઇવ કરાઈ રહી છે. સામાન્ય રીતે શાંત ગુજરાતમા અસામાજિક પ્રવૃતિના કોઇ બનાવ સામે આવતા નથી. તેમ છતા ડ્રાઇવ કરવી પડે છે. હાલમાં પોલીસ શહેરના અને જિલ્લાના પ્રવેશદ્વાર ઉપર ચાંપતો બંદોબસ્ત રાખી રહી છે.

દિવસે અને રાત્રિના સમયે વાહન ચેકીંગ કરવામા આવી રહ્યુ છે. ખાસ કરીને પોલીસ ડેકીવાળા વાહનોમા વધારે તપાસ કરી રહી છે. ઉપરાંત શંકાસ્પદ વ્યક્તિ જણાય તો તેની ઉલટ તપાસ કરાઈ રહી છે. 15 ઓગસ્ટે દેશમાં ડ્રાય ડે હોય છે. અન્ય રાજ્યમાં દારૂ વેચાણ પર પાબંદી હોય છે. તેવા સમયે પોલીસ બુટલેગરો ઉપર વોચ રાખી રહી છે. દારૂની હેરાફેરી માટે જાણિતા વિસ્તાર અને રોડ પર બંદોબસ્ત અને ચેકીંગ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...