તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:શાહપુર સર્કલ પાસેથી પોલીસે ફિલ્મી ઢબે કારનો પીછો કરી ગાંજો પકડ્યો

ગાંધીનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસને આરોપી પાસેથી કુલ રૂ.98,760 હજારનો ગાંજો મળ્યો
  • CID ક્રાઇમની ટીમે આરોપીની કારમાંથી 9 કિલો ગાંજો પકડી કાર્યવાહી કરી

શાહપુર સર્કલ પાસે આવેલા ધોળાકુવા ગામ પાસે ગત મોડલ રાત્રે નાર્કોટીક્સ સેલ દ્વારા એક કારમાંથી ગાંજાનો જથ્થો પકડવામા આવ્યો હતો. ફિલ્મી ઢબે પીછો કરી કારને ઝડપી લીધી હતી. બાતમીવાળી કારને પોલીસની 8 કાર દ્વારા કોર્ડન કરવામા આવી હતી.

મળતી માહિતી મુજબ,સીઆઈડી ક્રાઇમની ટીમને બાતમી મળી હતી કે એક કાર ચાલક ગાંજાનો જથ્થો લઇને જઇ રહ્યો છે. ત્યારે સીઆઇડી ક્રાઇમની ટીમના ડીવાયએસપી એસ.એલ.ચૌધરીની આગેવાનીમાં રીલાયન્સ ચોકડી અને શાહપુર ચોકડીને વોચ ગોઠવી બાતમવાળી કાર શાહપુર સર્કલ તરથી પસાર થતા તેમની ટીમના પોલીસ કર્મચારીઓ દ્વારા ફિલ્મી ઢબે પીછો કરવામા આવ્યો હતો. કાર શાહપુર તરફ જઇ રહી હતી, તે સમયે અલગ અલગ કાર ચાલકે પીછો કરીને ધોળાકુવા પાસે જોગણીમાતાના મંદિર પાસે પકડી પાડ્યો હતો.

તે સમયે કારચાલકને બહાર કાઢી તપાસ કરતા તેનુ નામ અશોક ડાહ્યાભાઇ પટેલ (રહે, રબારીવાસ, શાહપુર ગામ, ગાંધીનગર)ની અલ્ટો કારની ડેકી તપાસી તેમાંથી એક થેલીમાં 9.876 ગ્રામ ગાંજો મળ્યો હતો. જેને લઇને સીઆઇડી ક્રાઇમની ટીમ દ્વારા આરોપીની ધરપકડ કરી તેની પાસેની 98,760 હજારનો ગાંજો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી હતી.

ચેખલાના પઠાણ પાસેથી ગાંજો ખરીદતો
આરોપીએ પોલીસની પૂછપરછમાં કબુલ્યુ હતું કે, ગાંજાનો જથ્થો ચેખલાના પઠાણ પાસેથી ખરીદતો હતો. જોકે, વધુ માહિતી તેના દ્વારા આપવામા આવી ન હતી. પોલીસે પઠાણની શોધખોળ હાથ ધરી હતી.

આરોપીએ અગાઉ ચિલોડામા મર્ડર કર્યું હતું
આરોપીએ વર્ષ 2009મા હાલીસા ગામના જશુ ચૌધરીનું ચિલોડા પેટ્રોલપંપ પાસે મર્ડર કર્યું હતુ. જેમા આરોપીને 10 વર્ષની સજા થઇ હતી. હાલમાં જામીન પર છુટતા ગાંધીનગર અને આસપાસમાં ગાંજો સપ્લાય કરતો હતો.

અન્ય સમાચારો પણ છે...