ચર્ચાનો મુદ્દો:સૌરાષ્ટ્રના MLA ક્વાર્ટર્સમાંથી પોલીસે જુગારી પકડ્યા હતા

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જુગારધામ પકડાયા પછી પોલીસે ભીનુ સંકેલ્યુંુ હોવાની ચર્ચા

જુગાર રમવાની સિઝન ચાલી રહી છે, ત્યારે રાજ્યના પાટનગરમાં આવેલુ એમએલએ ક્વોટર્સ પણ તેમાં બાકાત રહ્યુ નથી. સૌરાષ્ટ્ર તરફના એક ધારાસભ્યના ક્વોટર્સમાં કેટલાક લોકો જુગાર રમી રહ્યા હતા. આ બાબતની માહિતી એમએલએ ક્વોટર્સ સામે જ આવેલા સેક્ટર 21 પોલીસની ટીમને મળતા પહોંચી ગઇ હતી. પરંતુ ત્યાં પહોંચીને જુગારીયાઓ સામે ગુનો નોંધવાની જગ્યાએ રોકડી કરી લીધી હોવાની ચર્ચા સમગ્ર એમએલએ ક્વોટર્સ વિસ્તારમાં થઇ રહી છે. જોકે, આ બાબતે પોલીસને પૂછવામાં આવતા મગનુ નામ મરી પાડવા તૈયાર નથી.

શહેરના સેક્ટર 21મા આવેલા એમએલએ ક્વોટર્સમાં રહેતા સૌરાષ્ટ્ર તરફના એક ધારાસભ્યના ક્વોટર્સમાં ગત શનિવાર બપોરના સમયે કેટલાક જુગારી જુગાર રમી રહ્યા હતા. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ક્વોટર્સમાં રમીનો જુગાર રમવામા આવી રહ્યો હતો. તે સમયે સેકટર 21 પોલીસની ટીમ ધારાસભ્ય નિવાસને જુગારખાનુ બનાવી દેનારા જુગારીઓ ઉપર ત્રાટકી હતી.

આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જુગાર રમવા માટેની શ્રેષ્ઠ જગ્યા જોઇને જુગાર રમી રહેલા જુગારીઓ પોલીસને જોઇને ડગાઇ ગયા હતા. પરંતુ જુગારીયાઓના આત્મ વિશ્વાસ સામે પોલીસની ટીમ નબળી સાબિત થઇ હતી. થોડા સમય માટે કાયદાની વાતો કરનારી પોલીસે જુગારીઓને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ગ્રામ્ય વિસ્તારના જુગારીઓ સામે દંડો ઉગામતી પોલીસે તલવાર મ્યાન કરી દીધી હતી અને રોકડી કરીને ચાલતા થઇ ગયા હતા. જોકે, આ બાબત સમગ્ર એમએલએ ક્વોટર્સમાં ચર્ચાનો મુદ્દો બની ગઇ હતી. દિવસભર ધારાસભ્ય નિવાસમાંથી જુગારીઓ પકડાયા પછી પણ પોલીસે કાર્યવાહી કરવાની જગ્યાએ છોડી દીધા હોવાનુ ચર્ચાઇ રહ્યુ હતુ અને ભીનુ સંકેલી લીધુ હતુ.

અન્ય સમાચારો પણ છે...