કામગીરી સમજાવાઇ:સમિટ માટે બોલાવાયેલી પોલીસ પરત મોકલાઈ

ગાંધીનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અસર 5 હજાર કર્મચારી રવાના
  • ગત 4થીએ 2 હજાર, 5મીએ 2 હજાર અને 6ઠ્ઠીએ 1 હજાર પોલીસ આવી હતી

સમિટ મોકૂફ રહેતાં 3 દિવસ પહેલાં બંદોબસ્ત માટે બોલાવાયેલી 5 હજાર પોલીસને પોતપોતાના જિલ્લામાં પરત મોકલાઈ છે. 4 જાન્યુઆરીથી ગાંધીનગર ઉપરાંત અન્ય જિલ્લામાંથી આવેલી પોલીસે પડાવ નાખ્યો હતો. દેશ અને પરદેશમાંથી આવતા ડેલીગેશનની સુરક્ષાને ધ્યાનમા રાખતા શહેરમા ગાંધીનગર ઉપરાંત આસપાસના જિલ્લામાંથી એસપી સહિતના અધિકારી અને કર્મચારીઓને કામગીરી સોપવામા આવે છે. તાજેતરમા 10થી 12 જાન્યુઆરી દરમિયાન યોજાનાર વાઇબ્રન્ટ સમિટમા પણ 5 હજાર પોલીસને બોલાવી લેવામા આવી હતી.

પરંતુ સરકારના આદેશ સાથે તમામ પોલીસને પોતાના જિલ્લામા પરત મોકલી દેવામા આવી હતી. ગાંધીનગરમા 7 જાન્યુઆરીથી રીહર્સલ કરવામા આવનાર હતુ. જેને લઇને પોલીસને વહેલા બોલાવી લેવામા આવી હતી. તમામ પોલીસને કઇ કામગીરી કરવાની છે, તેનુ બ્રિફીંગ કરાયુ હતુ, જ્યારે એક દિવસ રીહર્સલ પણ કરાયું હતું. તમામ પોલીસને બંદોબસ્ત ફાળવી દેવામા આવ્યો હતો.

જેમા આઇજી, એસપી, પીઆઇ, પીએઅસઆઇ, એએસઆઇ અને કોન્સ્ટેબલ સહિતના કર્મચારીઓને બંદોબસ્તમાં જોડાયા હતા.હાલના તબક્કે તમામ પોલીસ કર્મચારીઓને પરત મોકલી દેવામા આવ્યા છે. ત્યારે ગત 4 જાન્યુઆરીના દિવસે 2 હજાર, 5મીના રોજ 2 હજાર અને 6ઠ્ઠીના રોજ 1 હજાર પોલીસ કર્મચારીઓ હાજર થયા હતા. તમામને તેમની કામગીરી સમજાવાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...